IT રિર્ટન ભરવા શરૂ થઈ નવી સુવિધા

ઇન્કમ ટેક્સ વિભાગે નાણાકિય વર્ષ 2020-21ના ટેક્સપેયર્સ માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને 4 ભરવા માટે ઓફલાઇન સુવિધા શરૂ કરી છે. આ ઓફલાઇન સુવિધાનો અર્થ છે કે જ્યાં સુધી વિભાગ ઓનલાઇન પ્રોસેસ શરૂ નહીં કરે, ત્યાં સુધી તમે આ ફોર્મને ઓફલાઇન ભરી તૈયાર રાખો અને જ્યારે ઓનલાઇન પ્રોસેસ શરૂ થાય છે તો તાત્કાલિક તેને ભરી દો. તેનાથી તમે બાદમાં થનારી મુશ્કેલીથી બચી શકશો.આ ઓફલાઇન સુવિધા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે એકદમ નવી તકનીક ઉંજઘગ પર આધારિત છે. આ ડેટા સ્ટોર કરવામાં ખૂબ જ સરળ ફોર્મેટ છે. આ ઓફલાઇન સુવિધાને વિંડોઝ-7 અથવા તેના પછીના વર્ઝન સાથે કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ અંગે જાણકારી આપતા જણાવ્યું છે કે ઓફલાઇન સુવિધા માત્ર આઈટીઆર-1 અને આઈટીઆર-4 માટે છે. આ ઉપરાંત તમામ આઈટીઆરને બાદમાં એડ કરી શકાય છે. આઈટીઆર ફોર્મ-1 (સહજ) અને આઈટીઆર ફોર્મ-4 (સુગમ) સરળ ફોર્મેટ છે, તેનો ઉપયોગ મોટી સંખ્યામાં ઓછી અને મધ્યમ આવકવાળા ટેક્સપેયર કરતા હોય છે. સહજ ફોર્મ એ ટેક્સપેયર્સ માટે છે, જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી છે તથા



તેમની આવક પગાર, એક હાઉસિંગ પ્રોપ્રટી અને વ્યાજ જેવા સ્ત્રોતો દ્વારા થતી હોય. આઈટીઆર -4 ઇન્ડિવિઝ્યુઅલ, હિન્દૂ અવિભાજિત પરિવાર (ઇંઞઋત) અને કંપનીઓ માટે છે, જેમની કુલ વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી
છે. સાથે જ જેમની આવકનો સ્ત્રોત વ્યવસાય છે.

કેવી રીતે ભરાશે, શું થશે લાભ?
ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરનાર ટેક્સપેયર્સ તેમનો ડેટા ભરી સેવ કરીને રાખી શકે છે. આઈટી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે જ્યારે પોર્ટલ શરૂ થઇ જશે, ત્યારે તમે ઈ ફાઇલિંગ પોર્ટલ પર અપલોડ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અસેસમેન્ટ ઈયર 2021-22 માટે આઈટીઆર દાખલ કરવા માટે ફોર્મ જાહેર કર્યો છે. ટેક્સપેયર્સ પાસે હવે તેમના રોકાણની ડિટેલ ભરવા માટે આઈટીઆર ફોર્મ- (આઈટીઆર-1), ફોર્મ ઈંઝછ-2, ફોર્મ ઈંઝછ-3, ફોર્મ આઈટીઆર -4 (સુગમ), ફોર્મ આઈટીઆર-5, ફોર્મ આઈટીઆર-6, આઈટીઆર -7 અને ફોર્મ આઈટીઆર-ટ ઉપલબ્ધ હશે.





રિલેટેડ ન્યૂઝ