IPL: આજે MI V/S KKR

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત આઠમી સિઝનમાં તેના પ્રારંભિક મુકાબલામાં હાર સહન કર્યાં બાદ હવે આજે મંગળવારે તેના બીજા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ત્યારે વર્તમાન વિજેતા ટીમનું લક્ષ્ય જીત સાથે પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું હશે. મુંબઇને પહેલા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આખરી દડે હાર મળી હતી. જયારે કોલકતાએ તેના પહેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હાર આપીને વિજયી પ્રારંભ કર્યો છે. પાછલી બે સિઝનની વાત કરીએ તો કોલકતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ વખતે પ્રારંભિક મેચમાં નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કર્યું છે. જો કે પહેલા મેચમાં તેના મીડિલ ઓર્ડરમાં જોર જોવા મળ્યું ન હતું. બિગ હિટર રસેલ, કેપ્ટન મોર્ગન નિષ્ફળ રહ્યા હતા. અંતમાં અનુભવી દિનેશ કાર્તિકે 9 દડામાં 22 રન કરીને ટીમને 187 રને પહોંચાડી હતી. બોલિંગમાં કમિન્સ, રસેલ, શકીબ અને પ્રસિધ્ધ કૃષ્ણાએ સારો દેખાવ કરીને હૈદરાબાદને 177 રને અટકાવી દીધું હતું. મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો પહેલા મેચમાં આરસીબીના મીડીયમ પેસર



હર્ષલ પટેલ અને આફ્રિકી સ્ટાર એબી ડિ’વિલિયર્સના શાનદાર દેખાવને લીધે આખરી દડે હાર સહન કરવી પડી હતી. ડિ’કોકની ગેરહાજરીમાં ઓપનિંગમાં ઉતરેલ ક્રિસ લિને સર્વાધિક 49 રન કર્યાં હતા. જો કે તેની ભુલને
લીધે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. આવતીકાલના મેચમાં ડિ’કોક વાપસી કરશે. આથી મુંબઇને કોઇ એક વિદેશી ખેલાડીને પડતો મુકવો પડશે. શાનદાર દેખાવ છતાં કદાચ લિનને બહાર બેસવાનો વારો આવી શકે છે. મુંબઇ પાસે ઇશન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, કાયરન પોલાર્ડ અને કુણાલ પંડયાના રૂપમાં મજબૂત મધ્યક્રમ છે.

જે કેકેઆરની બોલિંગ લાઇનઅપ પર ભારે પડી શકે છે. બોલિંગમાં મુંબઇનો દારોમદાર ફરી એકવાર જસપ્રિત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ પર હશે. હાર્દિક હજુ બોલિંગમાં ઉપલબ્ધ નથી. આથી મુંબઇને છઠ્ઠા બોલરની ખોટ પડી રહી છે.





રિલેટેડ ન્યૂઝ