IPLમાં 350 સિક્સ વન ઓન્લી ક્રિસ!

ક્રિસ ગેલે આઈપીએલમાં 350 સિક્સ પૂરી કરી લીધી છે. આ મુકામ હાસિલ કરનાર તે પ્રથમ ક્રિકેટર છે. પંજાબ કિંગ્સ તરફથી રમતા આ ડાબા હાથના બેટ્સમેને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સોમવારે આ સિદ્ધિ મેળવી હતી. તે આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન છે. આ મેચ પહેલા તેને 350નો આંકડો હાસિલ કરવા માટે એક સિક્સની જરૂર હતી. ગેલ ટી20 ક્રિકેટમાં 1000થી વધુ સિક્સ ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. ગેલે સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બેન સ્ટોક્સની ઓવરમાં સિક્સ ફટકારી આ રેકોર્ડ બનાવ્યો હતો. ગેલે આઈપીએલમાં 4800થી વધુ રન બનાવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નર બાદ



આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી ખેલાડીઓમાં ગેલ બીજા સ્થાને છે. વોર્નરે 5254 રન બનાવ્યા છે. 41 વર્ષીય ગેલ 28 બોલ પર 40 રન બનાવી રિયાન પરાગની ઓવરમાં બેન સ્ટોક્સના હાથે કેચઆઉટ થયો હતો. પોતાની
ઈનિંગમાં તેણે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

IPLમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્મસેન
ક્રિસ ગેલ 351
એબી ડી વિલિયર્સ 237
મહેન્દ્રસિંહ ધોની 216
રોહિત શર્મા 214
વિરાટ કોહલી 201





રિલેટેડ ન્યૂઝ