IPLમાં સ્પિનર્સની બોલબાલા

આઈપીએલની ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ ધીમે ધીમે આકર્ષણ જમાવતી જાય છે. બે દિવસ અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં ધોનીની ટીમે ત્રણ સ્પિનરને મેદાનમાં ઉતાર્યા હતા. આ સ્પિનરોએ મહત્વની વિકેટ લઈને ટીમને મહત્વનું યોગદાન આપ્યું હતુ. રવીન્દ્ર જાડેજા, પીયૂષ ચાવલા અને કર્ણ શર્માએ વિકેટો લીધી હતી.
ધોની જેવો વિચક્ષણ સુકાની આવી રણનીતિ અપનાવે તેના
પરથી જ ખ્યાલ આવી જાય છે કે આઇપીએલમાં આ વખતે આગળ જતાં સ્પિનરોની ભૂમિકા અગત્યની બની રહેવાની છે. મેચ બાદ હૈદરાબાદની ટીમના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરને પણ એવો સંકેત આપ્યો હતો કે આગળ જતાં સ્પિનર્સ છવાઈ જશે. ત્રણેય મેદાનની પિચ તૂટી ગઈ છે. આ ઉપરાંત આ વખતે આ ત્રણ મેદાન પર જ બાકીની મેચો પણ રમાનારી છે એટલે વિકેટ હજી પણ તૂટવાની છે.
આઇપીએલનો આ બીજો હાફ શરૂ થઈ રહ્યો છે અને બીજા હાફની આ



પહેલી મેચ હતી. પ્રથમ હાફમાં ઝડપી બોલરની બોલબાલા રહી હતી. સૌથી વધારે વિકેટ લેનારા બોલરમાં તમામ ઝડપી બોલર જ હતા એકમાત્ર સ્પિનર બેંગલોરનો યુઝવેન્દ્રસિંહ ચહલ હતો.
આ દરમિયાન રાજસ્થાન સામેની
મેચમાં દિલ્હી કેપિટલ્સના એનરિક નોર્તજેએ તો ખતકનાક સ્પેલમાં બોલિંગ કરીને 156 કિલોમીટરની ઝડપે બોલ ફેંક્યો હતો. તેણે સળંગ ત્રણ બોલ 155+ની ઝડપના ફેંક્યા હતા. આ વખતે શારજાહમાં દસ મેચ યોજાનારી છે. ભારતના કેટલાક પિચ ક્યુરેટરે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે શરૂઆતમાં એમ લાગતું હતું કે બોર્ડે યોગ્ય રીતે પ્લાનિંગ કર્યું છે પરંતુ હવે એમ લાગે છે કે આમ બન્યું ન હતું.





રિલેટેડ ન્યૂઝ