IPLમાં ‘વિવો’ના સ્થાને પતંજલિ?

બીસીસીઆઈ સામે સ્પોન્સર તરીકે પતંજલિ, જિયો, બાયજૂ અને પેટીએમ સહિતનાની લાગી લાઈન

નવીદિલ્હી તા,11
ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તનાવને લઇ આઈનીઝ સ્માર્ટફોન મેકર વિવો આઈપીએલ 2020માંથી હાથ ઉંચા કરી દીધા છે. આ વર્ષે વિવો ટાઈટલ સ્પોન્સર નહીં કરે.
વિવો દર વર્ષે ટાઈટલ સ્પોન્સરશીપ માટે બીસીસીઆઈને 440 કરોડ રૂપિયા આપે છે. તેવામાં બીસીસીઆઈને નવા સ્પોન્સરની શોધ
છે. આ વાતને લઇ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડ ટવીટર પર ખુબજ ટ્રેડમાં છે.
ટવીટર યુજર્સનું કહેવું છે કે તેનાથી વધારે આત્મનિર્ભર ભારત શું હોઇ શકે. કોઇ દેશી બ્રાન્ડ પતંજલિ આઈપીએલ 2020નું ટાઈટલ



સ્પોન્સર થાય. તેને લઇ સોશિયલ મીડીયા પર તમામ પ્રકારના કમેન્ટ આવી રહ્યા છે જેમાં યુજર્સ પતંજલિની મજાક ઉડાવી રહ્યા છે.
મહત્ત્વનું છે કે આ વર્ષે આઇપીએલનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે
યુએઈમાં થઇ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે વિવોની વિદાયબાદ આ રેસને બાયજૂ, જિયો, પટીએમ અને બાબા રામદેવની પતંજલિ પણ સામેલ છે.





રિલેટેડ ન્યૂઝ