IPLમાં દર્શકોને છૂટ: આજથી બુકિંગ

બાકી રહેલી 31 મેચ ત્રણ શહેરમાં રમાશે: BCCI માટે આ એક નવી સિદ્ધિ સમાન

ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ફેઝની શરૂઆત પહેલા ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.બીસીસીઆઈ એ બુધવારે આ ફેઝમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે. તેવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થતા ફેઝ-2ની પહેલી મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે. તેવામાં ફેન્સ 16 સપ્ટે.થી પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકશે. આઈપીએલ એ પોતાના ઓફિશિયલ અકાઉન્ટમાંથી ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ફેન્સ સત્તાવાર રીતે અથવાની સાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. જોકે લીગના આયોજકોએ કેટલા દર્શકોને પ્રવેશ અપાશે એ અંગે સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી. પરંતુ કોવિડ પ્રોટોકોલને અનુસરીને તથા યુએઈના પ્રોટોકોલ પ્રમાણે ફેન્સને પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરાઈ છે. આઈપીએલની બાકી રહેલી 31 મેચ 27 દિવસમાં દુબઈ, શારજાહ અને અબૂ ધાબીમાં રમાશે. તેના પહેલા ફેઝમાં કોરોના મહામારીને કારણે 4 મેના દિવસે સ્થગિત કરાઈ હતી. તેવામાં 2 મે સુધી કુલ 29 મેચ રમાઈ



હતી. આઈપીએલ 2021 સ્થગિત થઈ ત્યાં સુધી દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં 6 જીત સાથે ટોપ પર છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ મેચમાં જીત સાથે બીજા તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ પાંચ મેચ જીતીને ત્રીજા
સ્થાન પર છે. લગભગ 28 મહિના પછી દર્શકોને મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ મળવો એ બીસીસીઆઈ માટે નવી સિદ્ધિ સમાન જ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી વાર મે 2019માં ઈન્ડિયામાં રમાયેલી આઈપીએલની 12મી સિઝનની મેચ જોવા માટે દર્શકો આવ્યા હતા. ત્યારપછી 2020માં યુએઈ અને 2021માં ઈન્ડિયામાં રમાયેલા પહેલી આઈપીએલ માં કોવિડ પ્રોટોકોલના પરિણામે દર્શકોને પ્રવેશ અપાયો નહતો. તેવામાં હવે બીસીસીઆઈને પહેલા ફેઝમાં જે નુકસાન વેઠવું પડ્યું હતું તેને સરભર કરી શકે છે.





રિલેટેડ ન્યૂઝ