બીસીસીઆઈ મુંબઈમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના લીધે આગામી આઈપીએલમાં મુંબઈની મેચો એક જ સ્થળે નહીં પણ ચારથી પાંચ સ્થળોએ યોજવા માટે વિચારી રહી છે. આ માટે મુંબઈમાં ચાર સ્ટેડિયમો
વાનખેડે, બ્રેબોર્ન, ડીવાય પાટિલ અને રિલાયન્સ સ્ટેડિયમ માટે ચર્ચા ચાલી રહી છે. સિંગલ બાયોસિક્યોરબબલ રચવા માટે તે સારો વિકલ્પ હશે. આગામી આઈપીએલની ફાઇનલ અમદાવાદમાં યોજવા માટે પણ બીસીસીઆઈ ગંભીરપણે વિચારી રહ્યુ છે.
મહારાષ્ટ્ર અને તેમા પણ ખાસ કરીને મુંબઈમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના પગલે બીસીસીઆઈએ આ પ્રકારનો વિચાર કરવો પડી રહ્યો છે. હજી તો આઈપીએલને મહિનાની વાર છે, પરંતુ
કેટલાક નિર્ણયો લેવાવા જરુરી છે. મુંબઈ જેવા શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે સિંગલ સિટી આઈપીએલ યોજવાનો નિર્ણય શક્ય નથી.
કોલકાતા, હૈદરાબાદ અને બેંગ્લુરુ જેવા શહેરો મેચો યોજવા તૈયાર છે. અમદાવાદમાં પણ પ્લે ઓફ અને આઈપીએલની ફાઇનલ મેચ યોજાઈ શકે, એમ તેમણે જણાવ્યું હતું. આઈપીએલનો પ્રારંભ એપ્રિલના બીજા સપ્તાહથી થશે. ગયા વર્ષે કોરોનાના લીધે આ ટુર્નામેન્ટ યુએઇમાં યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો
નોંધાયો છે અને ગુરુવારે ત્યાં 8,000 કેસ નોંધાયા હતા. એકલા મુંબઈ શહેરમાં જ એક જ દિવસમાં 1,100 કેસ નોંધાયા હતા.