ભારત V/S ઇંગ્લેન્ડ ટેસ્ટ; જીત્યો કોરોના!

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રદ્દ થઈ ગયેલ પાંચમી ટેસ્ટ મેચ મુદ્દે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે બીસીસીઆઈ તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જ્યારથી મેચ રદ્દ થવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ફેન્સનાં મનમાં સીરિઝ કોણ જીત્યું તેને લઈને સસ્પેન્સ યથાવત છે ત્યારે બીસીસીઆઈએ ચાહકો પાસેથી માફી માંગી છે. બીસીસીઆઈએ કહ્યું કે આ નિર્ણય ભારત અને ઈંગ્લેન્ડ બંને દ્વારા સંયુક્ત રૂપે લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે ટેસ્ટ મેચ માટે લાંબા સમય સુધી બેઠક કરવામાં આવૈ હતી જોકે ઇંડિયન ટીમમાં કોરોનાનાં પ્રકોપને જોતાં મેચ રદ્દ કરવા માટે અમે મજબૂર થયા છે. બોર્ડે કહ્યું કે બીસીસીઆઈએ મેચને રિશેડ્યૂલ કરવા માટેની રજૂઆત કરી છે અને આબંને બોર્ડ ભેગા થઈને કોઈ સમાધાન પર પહોંચીશું. બીસીસીઆઈએ વધુમાં કહ્યું કે અમે હંમેશા ખેલાડીઓને સુરક્ષા અને ભલાઈને સર્વોપરી માનીએ છે. એક રોમાંચક સીરિઝને પૂરી ન કરવા બદલ અમે પ્રશંસકોની માફી માંગીએ છીએ.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. કોરોનાની લટકતી તલવાર વચ્ચે બોર્ડ
દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનાં ત્રણ સદસ્ય ચોથી ટેસ્ટ મેચ દરમિયાન જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે અને ફિઝિયોવિભાગમાંથી પણ એક કોરોના કેસ સામે આવ્યો હતો એવામાં કોરોના વાયરસનાં ખતરાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાઇરસનાં કારણે લેવાયો નિર્ણય

ઈસીબીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે ચાલી રહેલી વાતચીત બાદ, માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ રદ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના ખતરાને કારણે ભારતીય ખેલાડીઓ ડરી ગયા હતા અને ભારત પાસે મેચ રમવા માટે પ્લેઇંગ 11 નહોતું, તેથી મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચ રદ્દ કરવા બદલ ચાહકોની માફી માંગી અને બોર્ડે કહ્યું, "અમે અમારા ક્રિકેટ ચાહકો, સમાચાર ભાગીદારોની માફી માંગીએ છીએ. અમે તમને અસુવિધા પહોંચાડી છે. નોંધનીય છે કે આજ બીસીસીઆઈનાં અધિકારીઓ દ્વારા મોટી બેઠક કરવામાં આવી હતી જે બાદ નિર્ણય જાહેર કરવામાં આવ્યો કે આજે મેચ રમવામાં આવશે નહીં અને તે રદ્દ કરવામાં આવે છે. ક્રિકેટર દિનેશ કાર્તિકે ટ્વિટ કેને કહ્યું કે આજે કોઈ જ મેચ નહીં થાય. તેમણે કહ્યું કે નો પ્લે ટુડે, ઓકે, ટાટા, બાય.

રિલેટેડ ન્યૂઝ