દેશની 35 ખાનગી લેબને કોરોના ટેસ્ટની મંજૂરી

(સંવાદદાતા) નવી દિલ્હી તા.27
દેશમાં કોરોના વાઇરસના વધતા કેસોને પગલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ દેશમાં 35 ખાનગી લેબોરેટરીઓને કોરોના વાયરસના ટેસ્ટની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના કેસો 633 પર પહોંચી ગયા છે. જ્યારે કોરોનાથી 16 લોકોના મોત થઈ ગયા છે. ગલકાલે જી-20 દેશોની વર્ચ્યુઅલ મિટિંગ મળી હતી, જેમાં કોરોના સામે લડવા જી-20ના દેશોએ 5 ટ્રિલિયન ડોલર આપવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં પીએમ મોદીએ જી-20 દેશોના નેતાઓને સાથે મળીને કોવિડ-19 સામે લડવા અપીલ કરી હતી. સાથે જ તેમણે આ વાયરસના ઉત્પન થવા માટે


કોઈને દોષ આપવાને બદલે આ સંકટમાંતી કઈ રીતે બહાર નીકળી શકાય તેના ઉપાયો પર વાત કરવા કહ્યું હતું.

ગુજરાતમાં કઇ-કઇ લેબને મંજૂરી
યુનિપથ સ્પેશિયલી લેબ. લિ (એલિસબ્રિજ, અમદાવાદ)
સુપરટેક માઇક્રોપથ લેબ. લિ (કેદાર, અમદાવાદ)
એસએન જેનલેબ પ્રા. લિ. (નારણપુરા, સુરત)
પેન્ગેનોમિકસ પ્રા.લિ. (એલિસબ્રિજ, અમદાવાદ)

રિલેટેડ ન્યૂઝ