ચીને ખતરનાક 1500 વાઇરસ બનાવ્યા’તા

નવી દિલ્હી: ચીને ગત વર્ષે નવેમ્બરથી કોરોના વાઇરસનાં હુમલાનો સામનો કર્યો. ધીરે-ધીરે આ ખતરનાક વાઇરસ આખી દુનિયાનાં બીજા ભાગોમાં પહોંચી ગયો અને અત્યાર સુધી 22 હજારથી વધારે લોકોનો ભોગ લઇ ચુક્યો છે. જેમ જેમ આ સંખ્યા વધતી જઇ રહી છે ચીનને દુનિયાભરમાં ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાએ કોરોનાને ક્યારેક ચાઇનીઝ તો ક્યારેક વુહાન વાયરસ ગણાવ્યો.
હવે ચીન પર પ્રહાર કરતા ભારતમાં
રાજ્ય સાંસદ રાકેશ સિન્હાએ કર્યો છે. રાકેશે એક ચીનનાં સરકારી સમાચાર પત્રનાં ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે જે પ્રમાણે ચીનનાં હુબેઈમાં 1500થી વધારે વાયરસ સ્ટ્રેન એક વાયરસ બેંકમાં રાખવામાં આવ્યા હતા. રાકેશે ચીનનાં સરકારી સમાચારપત્ર ચાઇના ડેલીની જુની તસવીર શેર કરતા આરોપ લગાવ્યો છે કે ચીને દુનિયાને સંકટમાં નાંખ્યું છે.
તેમણે ટ્વીટ કર્યું છે કે, જે ડોક્ટરે કોરોના વિશે


દેશ-દુનિયાને સૌથી પહેલા જણાવ્યું તેને મારી નંખાયો. રાક્ષસી રીતે કોરોનાને કથિત રીતથી નિયંત્રિત કર્યો અને હવે દુનિયાભર, જેમાં ભારત અપવાદ નથી, ચીનની કૃતજ્ઞતાથી દબાયેલા લોકો તેની ઇમેજ ઠીક
કરવામાં લાગ્યા છે. રાકેશે જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં કહ્યું છે કે ચીનમાં એશિયાની સૌથી મોટી વાયરસ બેંક છે જેમાં 1500થી વધારે વાયરસ સ્ટ્રેન રાખવામાં આવ્યા હતા.
બોકસ
પહેલા પણ ચીન પર લાગી
ચુક્યા છે આરોપ
ચીન પર પહેલા પણ આ વાતનો આરોપ લાગતો રહ્યો છે કે તેણે ઇન્ફેક્શનની જાણકારી દબાવવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને સૌથી પહેલા આ વાતની સૂચના આપનારા ડોક્ટર વેનિયાંગનાં મોત બાદ ચીન
પ્રશ્નોનાં ઘેરામાં ઉભું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન હુબઈથી શરૂ થયું હતું.

રિલેટેડ ન્યૂઝ