રાહુલ રામ બોલ્યા : મોદીના કર્યા વખાણ !

નવીદિલ્હી તા,27
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આર્થિક પેકેજને આવકારતા કહયું હતું કે પહેલીવાર સાચી દિશામાં પગલું ભરવામાં આવ્યું છે. સરકારે નોવેલ કોરોના વાઈરસની મહામારીને લીધે દેશભરમાં લાગુ કરાયેલા અભૂતપૂર્વ લોકડાઉનની અસરને કાબૂમાં રાખવાના હેતુથી રૂપિયા 1.70 લાખ કરોડના આર્થિક પેકેજની જે જાહેરાત કરી એના પગલે રાહુલ ગાંધીની આ કોમેન્ટ આવી હતી. આ આર્થિક પેકેજમાં આવતા ત્રણ મહિના માટે ગરીબોને મફત અનાજ તથા રાંધણ ગેસ આપવાની તેમ જ મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકોને રાહતો આપવાની, કામદારોને ઊંચા વેતન આપવાની તેમ જ


કર્મચારીઓની પ્રવાહિતાને વેગ આપતા પગલાંનો સમાવેશ હતો.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ભારતે લોકડાઉનને પગલે પોતાના ખેડૂતો, રોજ મજૂરી કરનારાઓ, કામદારો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ઘણું ઋણ
ચુકવવાનું છે.

રિલેટેડ ન્યૂઝ