દિગ્ગિરાજાની RSની બેઠક હાલકડોલક

ભોપાલ તા,27
કોરોના વારયસના સંક્રમણ વચ્ચે દેશમાં રાજ્યસભાની સીટો માટે થનારી ચૂંટણીઓ મોકૂફ રહી છે. રાજ્યસભા માટે મધ્ય પ્રદેશમાં ત્રણ સીટો માટે ચૂંટણી થનાર હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ અને ફૂલસિંહ બારૈયાને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ કોંગ્રેસના 22 જેટલા ધારાસભ્યોએ બગાવત કરતાં કોગ્રેસને ભાગે આવતી 2 સિટોના બદલે હવે 1 સીટ ફાઈનલ છે. ત્યારે દિગ્વિજયસિંહને સીટ ટકાવવા મુશ્કેલીમાં વધારો થયો છે.
મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પડી ગયા પછી હાલ રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો માટે પણ જાણે કે ટાંટીયા ખેંચ ચાલી રહી હોય તેમ દિગ્વિજય વિરોધી ટીમો સક્રિય
બની ગઈ છે. તેમના માટે હાલ પૂરતો સમય છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બગાવત કરતાં કમલનાથની સત્તા ચાલી ગઈ છે. શિવરાજસિંહે મુખ્યમંત્રી પદના શપદ પણ લઈ લીધા છે. ત્યારે હવે રાજ્યસભાની સીટ માટે દિગ્વિજયસિંહ માટે પણ સીટ ટકાવવી એ સંકટના વાયરસ સમાન છે.
કોંગ્રેસમાં દિગ્વિજય સિંહ વિરોધી ગ્રૂપે કોંગ્રેસના મોવડી મંડળને આ બાબતની જાણ પણ કરાઈ છે કે ફૂલસિંહ બારૈયાને પાર્ટી જો પ્રથમ
ક્રમાંક આપે તો તેનાથી અનુસૂચિત જાતિ અને આદિવાસી સમુદાય માટે ફાયદો મળી શકે છે. હાલમાં ફૂલસિંહ બારૈયાનું કહેવું છે કે મારા કરતાં દિગ્વિજય સિંહને રાજ્યસભામાં જવું જરૂરી છે. મધ્યપ્રદેશમાં


પહેલા કોંગ્રેસની સ્થિતિ મુજબ બે સિટી મળી શકે તેમ હતી પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડવા સાથે 22 જેટલા કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં રાજ્યસભાની ચૂંટણીના ગણિત બદલાઈ ગયા
છે.
હાલના સમીકરણો મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 1 રાજ્યસભાની સીટો મળવાની સંભાવના છે. એવામાં દિગ્વિજય વિરોધી જૂથે તેમને રાજ્યસભામાં જતા રોકવા કાવાદાવા ચાલુ કરી દીધા છે. જે કોંગ્રેસી 22
વિધાયકોએ રાજીનામું આપ્યું છે તેમાં મોટેભાગે સિંધિયા દુર્ગ ગ્વાલિયર અને ચંબલ ક્ષેત્રના છે. કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર ફૂલસિંહ બારૈયા પણ આ ચંબલ વિસ્તારમાંથી આવતા દલિત ઉમેદવાર છે. કોંગ્રેસી ધારાસભ્યોએ આપેલા રાજીનામા પછી આ જ વિસ્તારમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ થવાની છે. એવામાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની એક લોબીએ હાઈકમાન્ડને પેટા ચૂંટણીમાં દલિત અને આદીવાસીઓના વોટના ગણિતનો ફાયદો બતાવી ફૂલસિંહ બારૈયાને રાજ્યસભામાં મોકલવા માટે તૈયારીઓ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ