લોકડાઉનમાં વધ્યું કોન્ડોમનું વેચાણ !

નવીદિલ્હી,તા.27
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ હવે ભારતના વિવિધ રાજ્યોમાં પ્રવેશ્યો છે. સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હવે લોકોને 21 દિવસ સુધી ઘરમાં જ રહેવું પડશે. ઘરે બેઠા-બેઠા કંટાળો આવે તે એક સામાન્ય બાબત છે પણ સેક્સ એક એવી વસ્તુ છે જેમાં મનુષ્યને ક્યારેય કંટાળો નથી આવતો.
એક એજન્સીના
રિપોર્ટ અનુસાર કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન જાહેર થયું ત્યારથી જ કોન્ડોમના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. લોકોને હવે 21 દિવસ ઘરમાં જ રહેવાનું છે એટલે લોકો કોન્ડોમના પેકેટ્સ ખરીદી


રહ્યા છે. એક ડોક્ટરના જણાવ્યા અનુસાર ઘરે જ સમય પસાર કરવાના કારણે પાર્ટનર પ્રત્યેની ઉત્તેજનામાં વધારો થાય છે. ઘરે જ લાંબો સમય રહેવાના કારણે જે-તે વ્યક્તિ તેના પાર્ટનરને પૂરતો સમય આપી શકશે.
મોટા શહેરોમાં એવું જોવા મળતું હોય છે કે રોજિંદા જીવનમાં કામના થાકના કારણે મેરિડ લોકો રેગ્યુલર સેક્સ માણી શકતા નથી પણ હવે લોકડાઉનના કારણે 21 દિવસ ઘરે રહેવાથી તેઓ સેક્સ લાઈફમાં સુધારો થશે.

રિલેટેડ ન્યૂઝ