ગારમેન્ટ એક્સપોર્ટને ટેક્સ છૂટ 1 એપ્રિલ બાદ પણ અપાશે

(એજન્સી)
નવી દિલ્હી તા.26
કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠકમાં ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી. સરકારે ગારમેન્ટ એક્સપોર્ટ પર ટેક્સ છૂટ 1 એપ્રિલ બાદ પણ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ કે, ગારમેન્ટ એક્સપોર્ટ પર હવે ટેક્સ છૂટ 1 એપ્રિલ બાદ પણ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, મંદીનો સામનો કરી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને કોરોના
વાયરસના કારણે ફટકો પડ્યો છે. ત્યારે કેબિનેટના નિર્ણયથી ઉદ્યોગને રાહત મળી છે. તદ્ઉપરાંત કેબિનેટની બેઠકમાં અલીગઢમાં 22 કિલોમીટર રેલવે ફ્લાય ઓવરને પણ મંજૂરી અપાઇ હતી. આ પહેલા પણ કોરોના


મહામારીને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે, ગઙછ ને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્ર્ચિત કાળ સુધી રોકી દીધી છે. એનપીઆરની પ્રક્રિયા
ઘણા રાજ્યમાં 1 એપ્રિલથી શરુ કરવાની હતી, પરંતુ કોરોના વાયરસના વધતા સંક્રમણ અને સંભવિત ખતરાઓનું આંકલન કરતા ગૃહ મંત્રાલયએ કહ્યુ છે કે, આગામી આદેશ સુધી ગઙછ ને અપડેટ કરવાની પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ