ખાતેદારોને ઘરબેઠાં પૈસા પહોંચાડશે બેન્કો

(પ્રતિનિધિ)
મુંબઇ તા.26
કોરોના વાયરસના વધતા પ્રકોપ પર લગામ લગાવવા માટે દેશભરમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉનથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર રાતે આગામી 21 દિવસ સુધી લોકડાઉનની ઘોષણા કરી છે. જોકે, આ દરમિયાન જરૂરી વસ્તુઓની સપ્લાય ચાલુ રહેશે. લોકડાઉનમાં ઘરની બહાર નીકળવા પર રોક હોય છે તેથી ઘરમાં કેશની તંગી સર્જાઈ શકે છે.
આમ તો લોકડાઉનમાં
અઝખમાંથી પૈસા નીકાળવાની છૂટ મળે છે પણ જો એટીએમ તમારા ઘરથી દૂર હોય તો મુશ્કેલી વધી જાય છે. આવામાં બેંક પોતે તમને પૈસા આપવા માટે ઘરે આવશે. અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ કે, આ કેવી રીતે શક્ય બનશે. લોકડાઉન દરમિયાન બેંક જરૂરી સર્વિસને ચાલુ રાખશે. એસબીઆઇ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંક પોતાના ગ્રાહકોને ઘર પર કેશ ડિલિવરીની સુવિધા આપે છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક


એસબીઆઇ તમારા ઘર સુધી રોકડ પહોંચાડવાની સુધિવા પ્રદાન કરે છે. એટલું જ નહીં, તમારા ઘરે જ બેંક તમારા પૈસા જમા લેવાની સુવિધા પણ આપે છે.
મેડિકલ ઈમરજન્સી દરમિયાન એસબીઆઇના ગ્રાહક 100 રૂપિયાનો ચાર્જ
ચૂકવી બેંકની આ અનોખી સુવિધાનો ફાયદો ઉઠાવી શકે છે. એચડીએફસી બેંક પણ પોતાના ખાતાધારકને ઘરે રોકડ પહોંચાડવાની સુવિધા પ્રદાન કરે છે. કેશ લિમિટ 5,000-25,000 રૂપિયા છે અને આના માટે બેંક 100-200 રૂપિયાનો ચાર્જ લે છે.
આ પ્રકારની સુવિધા એક્સિસ અને કોટક મહિન્દ્રા બેંક પણ આપે છે.

રિલેટેડ ન્યૂઝ