કોરોના સામેના જંગમાં મોદી કમાન્ડર : ચિદમ્બરમ

નવીદિલ્હી તા,26
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે જેને લઈને કોંગ્રેસના કેટલાક નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. એટલું જ નહીં ચિદમ્બરમે દેશવાસીઓને અપીલ કરી છે કે આવા મુશ્કેલ સમયમાં તેઓ વડાપ્રધાનને કમાન્ડર સમજે અને સૈનિકોની જેમ તેમણે કહેલી વાતોનું પાલન કરીને કોરોના વાયરસનો મજબૂતીથી સામનો કરો.આ મુશ્કેલ સમયમાં ગરીબો, ખેડૂતો અને મજૂરોના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરવા માટે ચિદમ્બરમે 10


સૂત્રીય યોજનાની ભલામણ પણ કરી છે. આ સાથે 1 એપ્રિલથી 30 જૂન 2020 સુધી તમામ જરૂરી વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી દરમાં 5 ટકા ઘટાડાની માંગ પણ કરી છે. ચિદમ્બરમ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું
છે કે, વડાપ્રધાન મોદી તરફથી કરવામાં આવેલું 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન કોરોના વાયરસ સામેના જંગમાં એક ઐતિહાસિક પગલું છે. 24 માર્ચ પહેલાની ચર્ચાઓને આપણે પાછળ રાખીને દેશવ્યાપી લોકડાઉનને એક નવી લડાઈની શરૂઆતના રૂપમાં જોવી જોઈએ જેમાં વડાપ્રધાન મોદી કમાન્ડર છે અને જનતા પગપાળા સૈનિકો.

રિલેટેડ ન્યૂઝ