સેન્સેક્સ 1785 અને નિફ્ટી 493 પોઇન્ટ વધ્યો

નાણાં મંત્રી અને અમેરિકાની ફેડરલ રિઝર્વે ઉઠાવેલા પગલા છતા બજારમાં વધારો-ઘટાડો થયો

મુંબઈ: પ્રારંભિક વધારા બાદ હાલ 9.55 કલાકે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1785 અંક વધીને 24460 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 493 અંક વધીને 8294 પર કારોબાર કરી રહ્યો છે. માર્કેટની શરૂઆત બાદ સેન્સેક્સ 528 અંક વધ્યો હતો. જ્યારે નિફ્ટી 154 અંક વધ્યો હતો.સેન્સેક્સ પર રિલાયન્સ, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે લાર્સન, ઈન્ડસલેન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતિ સુઝુકી અને ઓએનજીસી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજાર મંગળવારે 1414 અંકના વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 5.58 ટકા કે 1450.71 અંક અને નિફ્ટી 4.91 ટકા કે 373.35 અંક વધી ખુલ્યો હતો. શરૂઆતની 45
મિનિટ બાદ બજારમાં થોડો વધારો-ઘટાડો શરૂ થઈ ગયો હતો. 35 મિનિટ બાદ બજાર ફરીથી ઉપર વધવા લાગ્યું હતું, જે બજાર બંધ થવા સુધી ચાલ્યું. સેન્સેક્સે 692.79 અંક કે 2.67 ટકાના વધારાની સાથે 26674.03 પર અને નિફ્ટીએ 190.80 અંક


કે 2.51 ટકાના વધારાની સાથે 7801.05 પર કારોબાર ખત્મ કર્યો હતો. આ પહેલા સોમવારે કારોબારના અંતમાં સેન્સેક્સ 3934.72 અંક ઘટીને 25981.24 પર અને નિફ્ટી 1135.20 અંક ઘટીને 7,610.25 પર બંધ થયા હતા. આ સેન્સેક્સના ઈતિહાસનો સૌથી
મોટો ઘટાડો છે.
મંગળવારે ડાઉ જોન્સ 11.37% અને એસએન્ડપી 9.38% વધ્યા
મંગળવારે અમેરિકાના બજારની સાથે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 11.37 ટકા વધારાની સાથે 2112.98 અંક વધીને બંધ થયો હતો. આ જ
રીતે અમેરિકાનું બીજુ બજાર નેસ્ડેક 8.12 ટકા વધારાની સાથે 557.18 અંક અને એસએન્ડપી 9.38 ટકા વધારાની સાથે 209.93 અંક વધીને બંધ થયું હતું. ચીનના બજાર શંઘાઈ કમ્પોસિટમાં પણ 1.70 ટકાનો વધારો જોવા મળ્યો. તે 46.35 અંક વધારાની સાથે બંધ થયો હતો. આ પહેલા સોમવારે આ બજારોમાં પણ ઘટાડો રહ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ