ચૈત્રી આરાધના ‘કોરોના’ના લડવૈયાને અર્પણ: વડાપ્રધાન

(પ્રતિનિધિ)
નવીદિલ્હી તા,25
કોરોના વાયરસ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. જેમાં વડાપ્રધાને જણાવ્યું છે કે, આજથી શરૂ થઈ રહેલી નવરાત્રી પર તેઓ કોરોના વિરૂદ્ધ યુદ્ધ લડી રહેલા લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પ્રાર્થના કરીશું.
વડાપ્રધાન મોદીએ મેડિકલ સ્ટાફ, પોલીસ, મીડિયા વગેરેના નામ લીધા હતાં.
સાથે જ તેમણે કહ્યું હતું કે, દેશભરમાં હાલના સમયમાં અનેક તહેવાર ઉજવવામાં આવનાર હતાં, તેમનું સેલિબ્રેશન તેવી રીતે નહીં થાય પણ આ તહેવાર આપણને આ સંકટમાંથી બહાર નિકળવાનો હિંમત બંધાવશે. પીએમ


મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યા બાદ આજે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી નવરાત્રીનું પર્વ શરૂ થઈ ગયું છે. વર્ષોથી હું માતાજીની આરાધના કરતો આવ્યો છું. આ વખતની સાધના
માનવતાની ઉપાસના કરનારા તમામ નર્સ, ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી અને મીડિયાકર્મી, સાથે જ જે કોરોના વિરૂદ્ધ લડાઈમાં સાથ આપી રહ્યાં છે, તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, સુરક્ષા અને સિદ્ધિને સમર્પિત કરૂ છું.

રિલેટેડ ન્યૂઝ