492 વર્ષના ‘વનવાસ’ બાદ રામલલ્લાનો રાજ્યાભિષેક

ચૈત્રી નવરાત્રિના પ્રારંભે જ રામ, લક્ષ્મણ, જાનકી અને ભક્ત હનુમાનજી અસ્થાઈ મંદિરમાં સ્થાપિત
(પ્રતિનિધિ)
અયોધ્યા તા,25
ચૈત્રી નવરાત્રીના શરૂઆતના દિવસે જ રામલલ્લા, તેમના ભાઈઓ અને ભક્ત હનુમાનને આજે વહેલી સવારે 3 વાગે નવા અસ્થાઈ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ દરમિયયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રીરામ જન્મભૂમિ સ્થિત માનસ ભવનમાં હાજર હતા. તેમણે મંદિર નિર્માણ માટે દાનમાં રૂ. 11 લાખનો ચેક પણ આપ્યો. આ પહેલાં મુખ્ય પુજારી સત્યયેન્દ્ર દાસે આભગવાનને નવા સ્થાન પર બીરાજવાની પ્રાર્થના કરી અને વર્ષોથી ચાલતી આ પ્રથાને પૂરી કરીને નવા અસ્થાઈ મંદિરનું વાસ્તુ પૂજન કર્યું. રાત્રે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં ટેન્ટમાં આવેલા ગર્ભગૃહમાં શ્રીરામ લલ્લાની અંતિમ વખત આરતી કરવામાં આવી, ભોગ અને શ્રૃંગાર કરાયો. 1528 પછી પહેલીવાર શ્રીરામ લલ્લા ચાંદીના આસન પર બીરાજમાન થયા.
શ્રીરામલલ્લાને તેમના ભાઈઓ અને હનુમાનજી સહિત અલગ અલગ પાલખીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા. આ દરમિયાન પહેલા તેમનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી અભિષેક અને
પછી આરતી થઈ. આ કાર્યક્રમ સવારે 7 વાગ્યા સુધી ચાલ્યો હતો. ત્યારપથી શ્રીરામલલ્લાના દર્શન શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા.
પુજારી સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે વિક્રમ સંવત 2077ની શરૂઆત અને


ચૈત્ર નવરાત્રીની પ્રતિપદાથી શ્રીરામલલ્લાના બિરાજમાન થવાથી દેશમાં સુખ-સમૃદ્ધી અને શાંતી આવશે. આ દરમિયાન ટ્રસ્ટના સભ્યો વિમલેન્દ્ર મોહન મિશ્રાએ કહ્યું છે કે, રામ મંદિરના નિર્માણ માટે
ભૂમિ-પૂજનની તિથિ નક્કી કરવા માટે 4 એપ્રિલે અયોધ્યામાં પ્રસ્તાવિત બેઠક થશે કે નહીં તે નક્કી નથી. ભૂમિ પૂજન માટે ટ્રસ્ટ પાસે ઘણા સારા મુહુર્તો અને તિથિઓ છે. તેમાંથી એક 30 એપ્રિલ પણ છે. એટલે કોરોના વાઈરસને ફેલાતો અકાવવું તે અમારું પહેલુ કર્તવ્ય છે.
કરોડપતિ છે રામલલ્લા!
અયોધ્યામાં બીરાજમાન રામલલ્લાના એકાઉન્ટમાં 2.81 કરોડ રૂપિયા કેશ અને 8,75 કરોડ રૂપિયાની એફી છે. આ સિવાય 230 ગ્રામ સોનું, 5019
ગ્રામ ચાંદી અને 1531 ગ્રામ અન્યય ધાતુ છે. તેમની નવા અસ્થાઈ કુીટર તૈયાર કરવામાં આવશે. તેને જર્મન પાઈ લાકડાં અને કાંચથી બનાવવામાં આવશે. મંદિરનું પ્લેફર્મ સંગેમરમરથી તૈયાર કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ