દિલ્હીમાં 1 લિટર દૂધના 200 રૂપિયા!


નવી દિલ્હી: રમખાણોનો સામનો કરી રહેલા નોર્થ-ઈસ્ટ દિલ્હીના લોકો સામે વધુ એક મુસીબત આવી પડી છે. હિંસા દરમિયાન જેમ-તેમ જીવ બચાવીને ભાગેલા લોકો પાસે હવે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખૂટી પડી છે. જેના લીધે રોજિંદા વપરાશમાં લેવાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. દૂધ એવી વસ્તુ છે જેના વિના સવાર અધૂરી રહે છે. ત્યારે દિલ્હીમાં હિંસા બાદ દૂધનો ભાવ 200 રૂપિયે લિટર પહોંચ્યો છે. લોકોના ઘરમાં રહેલા શાકભાજી, લોટ, દાળ ખલાસ થવા લાગ્યા છે અને આસપાસ કશું જ મળતું નથી. નોર્થ ઈસ્ટ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 72 કલાકથી સ્થિતિ ખરાબ છે. દુકાનોમાં આગચંપી કરાઈ છે અથવા લૂંટ


કરવામાં આવી છે. રેંકડી કે નાના ગલ્લા ચલાવતા લોકોનો સામાન પણ લૂંટી લેવાયો છે. તો કેટલાંક ભયના કારણે ઘરમાં પૂરાઈ રહ્યા છે. એવામાં લોકોને લોટ, દૂધ, શાક જેવી ખાવાપીવાની વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી
થઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ