દેશનાં ધોરીમાર્ગો પર ઇલે. બસો દોડાવાશે: ગડકરી

મુંબઈ તા.15
મુંબઈ અને પુણે વચ્ચે સૌથી પહેલી ઈન્ટરસિટી ઈલેક્ટ્રિક બસનું કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈલેક્ટ્રિક બસનું સિંગલ ચાર્જમાં 300 કિલોમીટરનું અંતર કાપી શકે છે, જેમાં 43 જેટલી સીટની બેઠક વ્યવસ્થા છે. મુંબઈ અને પુણે એમ બંને શહેર વચ્ચે રોજની બે ઈલેક્ટ્રિક બસની સુવિધા પૂરી પાડવામાં

આવશે, એમ બસ ઓપરેટરે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યના અન્ય ભાગ તથા મુંબઈ-પુણે મળીને કંપની લગભગ 1300 જેટલી બસ દોડાવે છે તથા આગામી વર્ષોમાં અન્ય શહેરમાં આ સર્વિસ ચાલુ કરવામાં આવશે. દેશના વિવિધ રાજ્યના ધોરીમાર્ગ પર આગામી ચારથી પાંચ વર્ષના સમયગાળામાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે, એમ અહીં ઉપસ્થિત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
આ વર્ષમાં ઘણા બધા પરિવહન નિગમો, રાજ્ય સરકાર તથા ખાનગી ઓપરેટર્સ મળીને લગભગ 10,000 ઈલેક્ટ્રિક બસનો કોન્ટ્રાક્ટ આપી શકે છે. એટલું જ નહીં, અમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઈ-(ઈલેક્ટ્રિક) કોરિડોર યા હાઈવેઝ બાંધવાની યોજના છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ