મોદીને ‘શાહીનબાગી’ઓની વેલેન્ટાઇન ઓફર

નવી દિલ્હી તા.14
ફેબ્રુઆરીને પ્રેમ મોહબ્બતનો મહિનો કહે છે અને પ્રેમનો સપ્તાહ વેલેન્ટાઈન્સ પૂરો થવા જઈ રહ્યો છે. પ્રેમના આ અઠવાડિયામાં દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ વેલેન્ટાઈન કાર્ડ મોકલ્યું છે.
શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ પીએમ મોદી માટે વેલેન્ટાઈન ઈન્વિટેશન કાર્ડ બનાવ્યું છે. જેમાં સૌથી ઉપર લખ્યું છે- ગઘઝઘઈઅઅ ગઘઝઘગછઈ. ત્યારબાદ કાર્ડમાં પૂછવામાં આવ્યું છે કે મોદી તમે ક્યારે આવશો? વેલેન્ટાઈન ડેના ખાસ અવસરે શાહીન બાગના લોકોએ પીએમ મોદીને હ્રદયપૂર્વક પ્રેમના દિવસે એટલે કે 14મી ફેબ્રુઆરીને તેમની સાથે મનાવવાનું આમંત્રણ આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાહીન બાગના પ્રદર્શનકારીઓએ લવ સોંગ પણ તૈયાર કર્યું છે અને સાથે સાથે વેલેન્ટાઈન સરપ્રાઈઝ ગિફ્ટ પણ ખરીદી છે. સરપ્રાઈઝ ગિફ્ટમાં મોદીજી માટે લાલ રંગનું ટેડીબિયર ખરીદ્યુ છે જેના પર લખ્યું છે કે તુમ કબ આઓગે. વેલેન્ટાઈન ઈન્વિટેશન કાર્ડમાં અપીલ કરવામાં આવી છે કે પીએમ મોદી તમે પ્લિઝ શાહીન બાગ આવો અને તમારી ગિફ્ટ લઈ જાઓ. આ સાથે જ શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરો. શાહીન બાગના પ્રદર્શનકારીએ મોદી સાથે વેલેન્ટાઈન ડે મનાવવા ઈચ્છે છે. ઈન્વિટેશન કાર્ડને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. પછી ભલે તે ટ્વિટર હોય કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ.

રિલેટેડ ન્યૂઝ