પુલવામાં હુમલાથી સૌથી વધુ ‘ફાયદો’ કોને?: રાહુલ

નવી દિલ્હી તા.14
પુલવામા હુમલાની વરસી પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વિવાદિત ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ પ્રશ્ર્ન કર્યો કે આ હુમલાથી સૌથી વધુ કોને ફાયદો થયો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, આજે અમે 40 સીઆરપીએફ જવાનોને યાદ કરી રહ્યા છે જે પુલવામા હુમલામાં શહીદ થયા હતા. આ હુમલાથી સૌથી વધુ કોને ફાયદો થયો? આ હુમલાની તપાસમાં શું નિકળ્યું? ભાજપ સરકારમાં આ હુમલા માટે કોણ જવાબદાર છે. ભાજપ સરકારમાં કોને અત્યાર સુધી સુરક્ષા ચૂક માટે જવાબદેહ ગણવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મોહંમદ (જૈશ)ના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 જવાનો મોતને ભેટ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ