ઘૂસણખોરો સામે 9 ફેબ્રુ.થી રાજ ઠાકરેનું એલાન-એ-જંગ

મુંબઈ તા,24
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના પ્રમુખ રાઠ ઠાકરેએ કહ્યું કે, હું પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ઘુસણખોરોને દેશની બહાર કાઢવા માટે મુંબઈમાં 9 ફેબ્રુઆરીએ રેલી કરીશ. તેમણે ગુરુવારે મહાઅધિવેશનમાં કહ્યું, નાગરિકતા સંશોધન કાયદા(સીએએ)અંગે ચર્ચા થઈ શકે છે, પરંતુ આપણે એવા લોકોને શરણ શા માટે આપીએ, જે ખોટી રીતે ગેરકાયદે ભારતમાં આવ્યા છે. હું મહત્વના મુદ્દાઓ અંગે ગૃહ રાજ્યમંત્રી અથવા મુખ્યમંત્રી સાથે મળીને વાત કરીશ. ભારતના મુસ્લિમ મૌલવી બીજા દેશોમાં જાય છે. કોઈને ખબર નથી કે તે શું કરે છે.
તેમણે કહ્યું કે, ભારત ધર્મશાળા નથી અને તેને માનવતાનો ઠેકો નથી લીધો. હું મરાઠી છું અને હિન્દુ પણ. મેં મારો ધર્મ નથી બદલ્યો. જો મારી અંદરના મરાઠીને હેરાન કરવાનો કોઈ પ્રયાસ કરશે તો હું મરાઠીના રૂપમાં એ માણસની પાછળ પડી દઈશ અને જો કોઈ મારા અંદરના હિન્દુની હેરાનગતિ કરશે તો હું તેની પાછળ હિન્દુની જેમ પડી જઈશ. મહારાષ્ટ્રના રાજકારણમાં અમે નવો સહયોગી શોધી લીધો છે, પરંતુ ભગવો રંગ નથી બદલ્યો.
શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની ગુરુવારે 94મી જયંતિ હતી. રાજ ઠાકરેએ આ અવસરે મહા અધિવેશન મનસેનો નવો ધ્વજ લોન્ચ કર્યો, આ ધ્વજમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજ મુદ્રા પણ છુપાયેલી છે. આ અવસરે રાજના પુત્ર અમિત ઠાકરે પણ પાર્ટીમાં જોડાયા હતા. રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ થઈને 2006માં મનસે પાર્ટીની રચના કરી હતી. શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેએ ગત વર્ષે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી.

રિલેટેડ ન્યૂઝ