‘ભારત રત્ન’ મુખર્જીનું પ્રદર્શનોને સમર્થન!


નવી દિલ્હી: નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, સહમતિ અને અસહમતિ લોકતંત્રના મૂળ તત્વ છે. કોંગ્રેસના કદ્દાવર નેતા રહી ચૂકેલા મુખર્જીએ વિરોધ પ્રદર્શનો પર કહ્યું કે, દેશમાં શાંતિપૂર્ણ આંદોલનોની વર્તમાન લહેર ફરી એકવાર આપણા લોકતંત્રના મૂળને ઊંડા અને મજબૂત બનાવશે. યુપીએ સરકારમાં નાણાંમંત્રી રહેલા મુખર્જીના આ નિવેદનથી ભાજપ માટે અસહજ સ્થિતિ પેદા થઈ શકે છે. અસલમાં ભાજપ અને સરકારે સીએએ પર થઈ રહેલા પ્રદર્શનોના હેતુ પર

સવાલો પેદા કર્યા છે. ભાજપે આજે જ કહ્યું છે કે, શાહીન બાગ હવે શેમ બાગમાં બદલાઈ ગયું છે, જ્યાં નવા કાયદા અંગે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. આમ તો પ્રણવ વિશે માનવામાં આવે છે કે, તે મોદી સરકાર પ્રત્યે નરમ અભિગમ ધરાવે છે. ઙખ મોદી અને તેમની વચ્ચે ઘણા સારા સંબંધો છે. તેઓ નાગપુરમાં યોજાયેલા આરએસએસના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી ચૂક્યા છે, જેનાથી કોંગ્રેસમાં અસહજ સ્થિતિ પેદા થઈ હતી. મોદી સરકાર દરમિયાન જ પ્રણવ મુખરજીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા હતા.
મુખર્જીએ ચૂંટણીપંચ દ્વારા આયોજિત પ્રથમ સુકુમાર સ્મૃતિ લેક્ચરમાાં કહ્યું, ભારતીય લોકતંત્ર સમયની દરેક કસોટીની પાર ઉતર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જુદા-જુદા ભાગોમાં લોકો રોડ પર ઉતર્યા, ખાસ કરીને યુવાનોએ આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવ્યો. બંધારણમાં તેમની આસ્થા હૃદયસ્પર્શી વાત છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારા કાયદો હોય કે એનઆરસી કે પછી યૂનિવર્સિટીમાં ફી વધારોનો મુદ્દો, વિરોધ પ્રદર્શન અને પોતાનો મત રજૂ કરવા દેશભરના લોકો રોડ પર ઉતર્યા છે જેમાં મોટાભાગના યુવાન છે
મુખર્જીએ કહ્યું, સામાન્ય મત લોકતંત્રની જીવનરેખા ચે. લોકતંત્રમાં તમામ વાતો સાંભળવા, વિચાર વ્યક્ત કરવા, વિમર્શ કરવા, તર્ક-વિતર્ક કરવા અને અસહમતિનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે, દેશમાં શાંતિપૂર્ણ આંદોલનોની વર્તમાન લહેર ફરી એકવાર આપણા લોકતંત્રના મૂળને વધુ ઊંડા અને મજબૂત બનાવશે.

રિલેટેડ ન્યૂઝ