CABના વિરોધમાં પોલીસવડાનું રાજીનામુ


મુંબઇ: નાગરિકતા સંશોધન વિધેયકને સાંપ્રદાયિક અને અસંવિધાનિક ગણાવતા મહારાષ્ટ્રના IPS અધિકારી અને મુંબઇમાં વિશેષ પોલીસ મહાનિરીક્ષક (આઇજીપી) અબ્દુર્રહમાન પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. અબ્દુર્રહમાને ટ્વિટ કર્યુ કે, આ વિધેયક ભારતની ધાર્મિક વિવિધતાની વિરૂદ્ધ છે. હું બધા ન્યાયપ્રિય લોકોને અનુરોધ કરું છું કે તેઓ લોકશાહી રીતે આ બિલનો વિરોધ કરે. આ બિલ સંવિધાનની મૂળ ભાવનાની વિરૂદ્ધ છે. તેઓએ ગુરૂવારથી ઓફિસ ન જવાનો નિર્ણય

કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇપીએસ અધિકારી અબ્દુર્રહમાને ગત ઓક્ટોબર મહિનામાં સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લેવા માટે અરજી કરી હતી. જો કે તેમની અરજીને ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા સ્વિકારવામાં આવી ન હતી.

રિલેટેડ ન્યૂઝ