‘CAB પાસ થશે તો મુસ્લિમ બની જઇશ’

નવી દિલ્હી તા.11
પૂર્વ આઇએએસ અધિકારી અને માનવાધિકાર કાર્યકર્તા હર્ષ માંદરે નાગરિકતા સંશોધન બિલ અંગે કહ્યું કે, જો આ બિલ પાસ થઈ જશે તો તે પોતાને ઓફિશ્યલી મુસલમાન જાહેર કરી દેશે. તેની સાથે જ હર્ષ માંદરે કહ્યું કે, જ્યારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) દરમ્યાન તેમને પોતાના દસ્તાવેજો જમા કરવાનું કહેવામાં આવશે તો એ ના પાડી દેશે.
હર્ષ માંદરે તેની સાથે જ કહ્યું છે કે, અંતે તેઓ એ જ સજાની માગણી કરશે જે કોઈપણ દસ્તાવેજ વિનાના મુસ્લિમને ડિટેન્શન સેન્ટરમાં આપવામાં આવશે અને પોતાની નાગરિકતા છોડીને અસહકાર આંદોલનમાં સામેલ થઈ જઈશ. માંદરે આરોપ લગાવતા કહ્યું કે, સરકાર નાગરિકતા સંશોધન બિલ દ્વારા ગેર મુસ્લિમ સમુદાયોની રક્ષા કર્યા બાદ એનઆરએસ માત્ર

મુસ્લિમો માટે લાગૂ કરશે. હર્ષ માંદરે જણાવ્યું કે, બીજેપીની યોજના છે કે તેઓ પહેલા સીએબી (ઈશશિુંયક્ષતવશા અળયક્ષમળયક્ષિં ઇશહહ) દ્વારા ગેર મુસ્લિમ સમુદાયોના લોકોનો બચાવ કરશે અને ત્યાર બાદ એનઆરસી લાગૂ કરશે. તમે કહી શકશો કે એનઆરસી એક રીતે તો માત્ર મુસ્લિમો માટે જ લાગૂ થશે.
માનવાધિકાર કાર્યકર્તા અને ભૂતપૂર્વ આઇએએસએ કહ્યું કે, કોઈ સરકાર કઈ રીતે એક આપત્તિનું નિર્માણ કરી શકે છે, જેનો કોઈ અંત જ દેખાઈ રહ્યો નથી.
નવા કાયદા અનુસાર, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી આવેલા કોઈપણ હિંદુ, બૌદ્ધ, જૈન, શિખ, ઈસાઈ નાગરિક જે 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવ્યા હોય તેને ગેર કાયદેસર નાગરિક ગણવામાં આવશે નહિ.
મોદી સરકારે આ બિલ હેઠળ અગાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી આવનારા શીખ, હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની વાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ