રાજ્યસભામાં CAB રજૂ: JDUનું સમર્થન

નવી દિલ્હી તા.11
નાગરિકતા સંશોધન બિલ-2019 લોકસભામાં પસાર થઈ ગયા પછી આજે રાજ્યસભામાં બપોરે 2.00 કલાકે રજુ થવાનું છે. વિરોધ પક્ષે આ બિલનો ભારે વિરોધ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે પણ રાજ્યસભામાં બિલ પસાર કરવાની પુરતી તૈયારીઓ કરી લીધી છે. સરકાર તરફથી રાજ્યસભા માટે સંપૂર્ણ હોમવર્ક

કરાયું છે. બધી જ પાર્ટીઓનો ટેકો મેળવીને સંખ્યાબળ એક્ઠું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
રાજ્યસભામાં બપોરે 2.00 કલાકે નાગરિકતા સંશોધન બિલ-2019 રજુ કરવામાં આવશે. આ બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય સભાપતિ દ્વારા આપવામાં આવ્યો છે. વિરોધ પક્ષના વિરોધની વચ્ચે સરકાર આ બિલ પાસ કરાવવા માટે કટિબદ્ધ છે.
રાજ્યસભામાં એનડીએ પાસે 106નો આંકડો છે. એનડીએ બીજા સાથી પક્ષોની મદદથી બહુમતનો આંકડો એક્ઠો કરવાની તૈયારીમાં છે. વાયએસઆર કોંગ્રેસની સાથે જ એઆઈડીએમકેએ પણ રાજ્યસભામાં આ બિલને ટેકો આપવાનું જણાવ્યું છે. બહુમતિ માટે સરકારને 121 સાંસદોના સમર્થનની જરૂર છે. હાલ એનડીએને 128 સાંસદોનો ટેકો હોવાનો અંદાજ છે.

રિલેટેડ ન્યૂઝ