આસામ સરકાર કન્યા ઓને લગ્નમાં 1 તોલું સોનું આપશે

ગુવાહાટી તા.21
આસામની સરકાર અરૂંધતિ યોજના અંતર્ગત દુલ્હનને એક તોલા સોનું આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતા દુલ્હનના માતા-પિતાને મફતમાં એક તોલુ સોનુ આપવાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે. આ યોજનાનો લાભ કોઇ પણ જાતિ, પંથ, ધર્મને માનતો પરિવાર લઇ શકે છે. આ લાભ લેવા માગતા પરિવારની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી હોવી જોઈએ. આ વર્ષે રાજ્યના બજેટમાં આ યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બાળ લગ્ન નિષેધ અધિનિયમ અંતર્ગત અરૂંધતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં બાળ લગ્નની સંખ્યાને ઓછી કરવાનો છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ અનુસાર ભારતમાં કોઇ પણ યુવતિના લગ્ન 18 વર્ષથી પહેલા અને યુવકના લગ્ન 21 વર્ષથી પહેલા થઇ શકે નહીં.

રિલેટેડ ન્યૂઝ