સુભાષચંદ્ર બોઝની પ્રપૌત્રીની ગોડસે-પૂજા!

નવી દિલ્હી તા.21
સુભાષચંદ્ર બોઝની પ્રપૌત્રી અને અખિલ ભારત હિંદુ મહાસભાની નેતા રાજશ્રી ચૌધરીએ પોતાના સમર્થકો સાથે મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેની પૂજા કરી હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં રાજશ્રી ચૌધરી પોતાના સમર્થકો સાથે નાથૂરામ ગોડસેની આરતી કરતી દેખાઈ રહી છે. આ વીડિયો મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો છે. આ વીડિયોમાં રાજશ્રી ચૌધરીની સાથે ભગવા ટોપી પહેરેલા ઘણા લોકો દેખાઈ રહ્યા છે. વીડિયોમાં એક સ્થાન પર નાથૂરામ ગોડસે અને ઝાંસીની રાણીનો ફોટો મુકવામાં આવ્યો છે. ત્યાં ઊભેલા તમામ લોકો ગોડસેના વખાણમાં આરતી ગાઈ રહ્યા છે.
આ અંગે રાજશ્રી ચૌધરીએ કહ્યું છે કે, નાથૂરામ અખિલ ભારત હિંદુ મહાસભાના કેન્દ્રીય નેતા છે અને તેઓ અમારા દિલમાં વસે છે. રાજશ્રી ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસની સરકારે તેમને બદનામ કરી દીધા

છે. તેમણે કહ્યું કે, એક એવો સમય આપશે, જ્યારે લોકોને સાચા ઈતિહાસની ખબર પડશે.
રાજશ્રી ચૌધરીએ કહ્યું કે, હિંદુ મહાસભાના કાર્યકર્તા પર ગ્વાલિયરમાં ખોટી એફઆઇઆર નોંધાવવામાં આવી છે. જેને પાછી ખેંચી લેવી જોઈએ. તેમણે કહ્યું કે, જો આ એફઆઇઆરને પાછી લેવામાં નહીં આવશે તો અમે સંસદનો ઘેરાવ કરશે.
જણાવી દઈએ કે, હિંદુ મહાસભાના સભ્યોએ ગ્વાલિયરમાં નાથૂરામ ગોડસેનો 70 બલિદાન દિવસ મનાવ્યો હતો. આ બાબતે હિંદુ મહાસભાના સભ્ય પર પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. રાજશ્રી ચૌધરીએ એફઆઇઆરને ખોટી ગણાવી છે અને તેને પાછી લેવાની માગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ