…તો થશે 10 હજારનો ‘આધાર’ભૂત દંડ..!

નવી દિલ્હી તા.14
અનેક સરકારી કામોમાં આધાર નંબરની જરૂર હોય છે તે વાત તમે જાણતા જ હશે. તાજેતરમાં જ કરદાતાઓની સમસ્યા દૂર કરવા માટે આવકવેરા વિભાગે પરમનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી પરંતુ જો તમે આ નિયમનો દુરુપયોગ કરશો અને ખોટો આધાર નંબર આપશો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ આપવો પડશે. હકીકતમાં ઇનકમ ટેક્સ એક્ટ 1961માં કરવામાં આવેલા સુધારા અનુસાર પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. નવા સુધારામાં ખોટા આધાર નંબર આપવા પર દંડની જોગવાઇ પણ છે.
જણાવી દઇએ કે આ નિયમ તેના પર જ લાગુ થશે જ્યાં પાન નંબરના બદલે આધાર નંબરનો

ઉપયોગ થઇ જશે છે. જેમ કે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં, બેન્ક એકાઉન્ટ ખોલવામાં અથવા તો 50 હજાર રૂપિયાથી વધુના બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડ્, બોન્ડ વગેરે ખરીદવા પર.

રિલેટેડ ન્યૂઝ