કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન ફરી જૈસે થે

નવી દિલ્હી તા.14
અગાઉ એવા સમાચાર પ્રસારિત થયા હતા કે પાકિસ્તાન હવે તેના સૈન્ય એક્ટમાં ફેરફાર કરશે, જેથી કુલભૂષણ જાધવ તેમને આપવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ સિવિલ કોર્ટમાં અપીલ કરી શકે. ગઇકાલે પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી હતી. જોકે હવે પાકિસ્તાને હવે આ સામાચારોનું ખંડન કરીને જણાવ્યું હતું કે અત્યારે સૈન્ય એક્ટમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. આ મુદ્દે બધી બાબતો વિચારાધીન છે અને ટૂંક સમયમાં
તે અંગે માહિતી જાહેર કરવામાં આવશે. કુલભૂષણ જાધવને(49) 2017માં પાકિસ્તાનની સૈન્ય કોર્ટે આતંકી પ્રવૃત્તિઓ અને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી હતી.
કુલભૂષણ પર કરાયેલા કેસની સુનાવણી પાકિસ્તાનની સૈન્ય કોર્ટમાં થઈ હતી. હાલના કાયદા પ્રમાણે, સિવિલ કોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ અરજી ન કરી શકાય. પાકિસ્તાનનો આ નિર્ણય જુલાઈમાં આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય ધ્યાનમાં રાખીને લેવાયો છે. ઈંઈઉંએ જાધવને ભારતીય કાઉન્સીલર સાથે સંપર્કની મંજૂરી આપવા માટે અને તેના મોતની સજા પર પુનર્વિચાર

કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આઇસીજે એ ઓગસ્ટમાં જાધવની સજા સ્થગિત કરી હતી.
આઇસીજેના 16 જજોની બેંચે આ વર્ષે 17 ઓગસ્ટે કુલભૂષણની ફાંસીની સજા સ્થગિત કરી દીધી હતી. બેંચમાં સામેલ જસ્ટિસ યુસુફે કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન પ્રભાવી રીતે નિર્ણયની સમીક્ષા અને તેની પર પુનર્વિચાર ન કરી લે, ત્યાં સુધી જાધવની ફાંસી પર પ્રતિબંધ યથાવત રહેશે.

રિલેટેડ ન્યૂઝ