વોટ્સએપમાં ઝાઝો ફેરફાર


નવી દિલ્હી: વોટ્સએપે નવું એન્ડ્રોઇડ બીટા અપડેટ રજૂ કર્યુ છે. જેમાં ડીઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને એક બગને ઠીક કરવામાં આવી છે. નવું અપડેટ વોટસએપ બીટા વર્ઝન 2.19.328 માં આવ્યું છે. નવું અપડેટ ઝડપથી યુઝર્સ પાસે પહોંચશે. મીડીયા અહેવાલ પ્રમાણે હવે વોટસએપને કેમેરા આઇકોન બદલવામાં આવ્યો છે જે અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ

આઇકોન જેવો દેખાતો હતો. અહેવાલ પ્રમાણે વોટસએપનું આ નવો કેમેરા આઇકોન સ્ટેટસ ટેબમાં જોવા મળે છે. આ ઉપરાંત ચેટ બારના કેમેરા આઇકોનને પણ બદલી દેવામાં આવ્યો છે. પહેલા ઇન્સ્ટાગ્રામ લોગો જેવા દેખાતા આ કેમેરા આઇકોનને હવે બદલીને ટ્રેડીશ્નલ કેમેરા જેવો રજૂ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીટા અપડેટમાં એક બગ પણ ફીકસ કરવામાં આવ્યો છે. આ બગ વોઇસ મેસેજ સાંભળતા સમયે અચાનક એપ બંધ કરી દેતો હતો. જો કે, આ સમસ્યા ઘણા ઓછા યુઝર્સ સામે જ આવ્યો હતો પરંતુ અપડેટ સાથે તેને ફીકસ કરી દેવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ