ચોર પાસેથી મહિલા પોલીસે કર્યો રૂા. 70 લાખનો તોડ!

મેરઠ: ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લિંક રોડ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે જપ્ત કરેલી રકમમાંથી 70 લાખ રૂપિયા તોડ કરવાના આરોપ લાગ્યો છે. આ કેસમાં ઈન્સ્પેક્ટર લક્ષ્મી સિંહ ચૌહાણે કોર્ટમાં સરેન્ડર કર્યું.
વકીલ જગદીશ પાવટીએ જણાવ્યું કે લક્ષ્મી સિંહ ચૌહાણ સાથે એક સિપાહી ધીરજ ભારદ્વાજે આજે વિશેષ અદાવત નંબર એકમાં સરેન્ડર કર્યું. અદાલતે આરોપી ઈન્સ્પેક્ટર ચૌહાણને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે ચૌહાણ અને અન્ય આરોપી પોલીસકર્મી પર 25-25 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ચૌહાણની સાથે સિપાહી ધીરજ ભારદ્વાજે પણ મેરઠની એન્ટી કરપ્શન અદાલતમાં સરેન્ડર કરી દીધું. થોડા દિવસ પહેલા ચૌહાણ સહિત અન્ય આરોપી પોલીસકર્મીના આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે સાહિબાબાદ સાઈટ-4 સ્થિત સીએમએસ ઈન્ફો સિસ્ટમ કંપની કે જે એટીએમમાં રોકડ જમા કરવાનું કામ કરે છે. આ કંપનીએ 22 એપ્રિલના રોજ લિંક રોડ પોલીસ સ્ટેશનમાં કંપનીના કર્મચારી કેશ કસ્ટોડિયન એજન્ટ રાજીવ સચાન પર અંદાજીત 72.50 લાખ રૂપિયાની ઉચાપતનો કેસ નોંધાવ્યો હતો. તપાસ કરતા ઉચાપતની રકમ 3 કરોડ હોવાનું સામે આવ્યું.
પોલીસે 24 સપ્ટેમ્બરની રાત્રે રાજીવ સચાનને સાથી આમિર સાથે ધરપકડ કરી તેમની પાસેથી 1.15 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. પરંતુ આરોપી પોલીસકર્મીઓએ તેમાંથી અંદાજીત 70 લાખ રૂપિયા કથિત રીતે ગુમ કરી દીધા હતા. આ બાબતે ફરિયાદ ઉપર સુધી પહોંચતા જજઙએ લિંક રોડના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર લક્ષ્મી સિંહ ચૌહાણ સહિત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા. સાથે તેમની સામે એજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધ્યો હતો. ત્યારથી આરોપી તમામ પોલીસકર્મીઓ ફરાર હતા.

રિલેટેડ ન્યૂઝ