મર્ચન્ટ ટ્રોફીમાં દસે’ય વિકેટ લઇને ટીનેજરે રચ્યો ઇતિહાસ

મેઘાલયના ઓફ સ્પીનર નિર્દેશ બૈસોયાનો રેેકોર્ડ
મેઘાલય તા. 8
ભારતના અંડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય મર્ચન્ટ ટ્રોફીમાં એક મોટો રેકોર્ડ નોંધાયો છે. મેઘાયલના ઓફ સ્પીન બોલર નિર્દેશ બૈસોયાએ એક ઇનિંગમાં 10 વિકેટ લેવાનો કારનામો કરી બતાવ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટનો આ મોટો રેકોર્ડ તેને નોંધાવ્યો છે. નિર્દેશે અસમના વૈલી સ્કુલ મેદાનમાં નાગાલેન્ડની સામેની મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. મેચના પહેલા દિવસે ઇનિંગની શરૂઆત કરનારી નાગાલેન્ડની ટીમના બેટ્સમેનો નિર્દેશ સામે ટકી શક્યા ન હતા. ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેનારા નિર્દેશ મેઘાલય માટે ગેસ્ટ બોલર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. નિર્દેશે ફેંકેલી 21 ઓવરમાં 51 રન આપીને નાગાલેન્ડની તમામ 10 વિકેટો ખેરવી હતી. આ દરમિયાન નિર્દેશે 10 ઓવર મેઇડન ફેંકી હતી.
ઓફ સ્પીનર નિર્દેશે વિકેટ લેવાની શરૂઆત ઇનિંગની 10મી ઓવરની ત્રીજી બોલથી કરી હતી, આ ઓવરમાં તેણે સાવલિન કુમાર મલિકને આઉટ કર્યો હતો. મલિકે 29 બોલનો સામનો કર્યો પરંતુ તે ખાતું ખોલી શક્યો ન હતો. અહીંથી જે વિકેટ પડવાનો ક્રમ શરૂ થયો તે 42મી ઓવરમાં છેવટની બોલ પર રોકાયો હતો. નિર્દેશે હુટો તોશિહો અચહુમીને આઉટ કરીને પોતાની 10 વિકેટ પૂરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ