મોદીને ભાગલાવાદી ગણાવનાર લેખકનું નાગરિકત્વ રદ

પિતા પાકિસ્તાનની મૂળના હોવાનું છૂપાવતાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ પરત લઇ લેવાયું
નવી દિલ્હી, તા.8
લોકસભાની ચૂંટણી પહેલા ટાઈમ મેગેઝિનમાં એક વિવાદાસ્પદ લેખ લખીને પીએમ મોદીને ડિવાઈડર ઈન ચીફ બતાવનાર લેખક આતિશ તાસીરનુ ઓવરસીઝ સિટિઝનઓફ ઈન્ડિયાનુ કાર્ડ પાછુ લઈ લેવાયુ છે.
ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, તાસીરે પોતાના પિતા પાકિસ્તાની મૂળના હોવાની વાત નાગરિકતા માટે એપ્લાય કરતી વખતે છૂપાવી હતી.જેના પગલે તેમનુ કાર્ડ રદ કરાયુ છે.
ઉલ્લેખનીય છે કે, તાસીરે મોદીની ટાઈમ મેગેઝિનમાં ટીકા કરતો લખે લખ્યો હતો.જેના પગલે તેમની નાગરિકતા છીનવાઈ હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે. જોકે લેખની ભારતમાં ભારે ટીકાઓ પણ થઈ હતી. એ પછી મેગેઝિને અન્ય એક લેખકનો પીએમ મોદીની તરફેણમાં લખેલો લેખ પ્રકાશિત કરવો પડ્યો હતો.
જોકે ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે, આ નિર્ણયને અને લેખને કોઈ લેવા દેવા નથી. આતિશના પિતા સલમાન તાસીર પાકિસ્તાનના ગર્વનર હતા.આતિશની માતા તવલનસિંહ ભારતની એક પત્રકાર છે. તેમના પિતાની 2011માં ધર્મનિંદાના આરોપસર એક સુરક્ષા કર્મીએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.

રિલેટેડ ન્યૂઝ