‘વાઈસ’ કેપ્ટન રહાણેનો સાઈલન્ટ વર્લ્ડ રેકોર્ડ

રાંચી તા.21
ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ રવિવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં સદી ફટકારી. તેણે 192 બોલમાં 115 રનની ઈનિંગ રમી અને રોહિત શર્મા સાથે ચોથી વિકેટ માટે 267 રનની વિશાળ ભાગીદારી નોંધાવી. રહાણેએ આ ઈનિંગ્સ દરમિયાન ઘણા બધા રેકોર્ડ બનાવ્યા પણ રોહિતને બેવડી સદીને કારણે બહુ ઓછા લોકોની નજર તે તરફ ગઈ. આ રહાણેના કરિયરની 11મી સેન્ચુરી હતી.
અસલમાં રહાણેની આ 61મી ટેસ્ટ હતી અને રસપ્રદ વાત એ છે કે, તે કરિયરમાં અત્યાર સુધી રનઆઉટ થયો નથી. સાથે જ તે પ્રથમ એવો બેટ્સમેન બની ગયો છે કે, જે રન આઉટ થયા વિના 200 રનની પાર્ટનરશિપમાં શામેલ થયો હોય. આ દરમિયાન તે કે તેનો કોઈ સાથી પણ રનઆઉટ થયો નથી.રહાણે સહિત 5 જ એવા બેટ્સમેનો છે જેઓ પોતાના ટેસ્ટ કરિયરમાં રનઆઉટ થયા વિના 100 ઈનિંગ્સ રમ્યા છે. આમાં કપિલ દેવ, મુદસ્સર નઝીર, પીટર મે, ગ્રીમ હિક અને અજિંક્ય રહાણે શામેલ છે.

રિલેટેડ ન્યૂઝ