ખમ્મા કરો! 44 બાળકોની માતાને દાક્તરોનો ‘આદેશ’

નવી દિલ્હી તા.21
બાળકનો ઉછેર કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક બાળકને જન્મ આપવાનો નિર્ણય લેતા પહેલા તમે તમારી જાતને હજારો સવાલ પૂછો છો. યુગાંડાની એક મહિલા 36 વર્ષની થઈ ત્યાં સુધીમાં જ તે 44 બાળકોને જન્મ આપી ચૂકી છે. હવે વિચારો, તેની શું હાલત થતી હશે?
મરિયમ નાબાતાન્ઝી ફક્ત 12 વર્ષની હતી ત્યારે તેના લગ્ન તેનાથી 28 વર્ષ મોટા પુરુષ સાથે થયા હતા. તેણે એક વર્ષ પછી તેણે પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેને પાંચ વાર જોડિયા બાળકો, ચાર વાર ત્રણ બાળકો અને પાંચ વાર ચાર બાળકો એક સાથે જન્મ્યા છે. ત્રણ વર્ષ પછી તેને તેના પતિએ તરછોડી દીધી અને તેના માથે તેમના 38 બાળકોની જવાબદારી આવી. શું આ નોર્મલ લાગે છે? મરિયમે પહેલી પ્રેગનેન્સી પછી ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે કહ્યું કે તેનું ગર્ભાશય ખૂબ જ મોટું છે અને બર્થ કંટ્રોલ માટે પિલ્સ લેવાથી તેના સ્વાસ્થ્ય પર અવળી અસર પડી શકે છે. 44 બાળકના જન્મ પછી તેને હવે વધુ બાળકોને જન્મ ન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ડોક્ટરોએ તેનું ગર્ભાશય કાઢી નાંખવાની તૈયારી કરી લીધી છે.

રિલેટેડ ન્યૂઝ