બિહારી યાદવનું પંજાબી ભાંગડા સ્ટાઇલ ‘બલ્લે બલ્લે’

રાંચી તા.21
ગઈ કાલે સાઉથ આફ્રિકાનો નવો લેફ્ટ-આર્મ સ્પિનર જ્યોર્જ લિન્ડે (4/133) ટીમનો સૌથી સફળ બોલર હતો, પરંતુ એક તબક્કે ઉમેશ યાદવે કોઈએ કદી કલ્પના પણ ન કરી હોય એવી ફટકાબાજીમાં લિન્ડેની બોલિંગની ચીંથરેહાલ કરી નાખી હતી. ઉમેશે લિન્ડેની 29મી અને 30મી ઓવરમાં કુલ સાત બોલમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ઉમેશે કુલ 10 બોલમાં એ પાંચ સિક્સરની મદદથી 31 રન બનાવ્યા હતા અને એ સાથે તેણે 10-પ્લસ બોલની ઇનિંગ્સવાળા બેટ્સમેનોમાં 310.00નો વિક્રમજનક સ્ટ્રાઇક-રેટ નોંધાવ્યો હતો. એક પણ ફોર ફટકાર્યા વિના પાંચ સિક્સર ફટકારનારો તે વિશ્ર્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. ઉમેશ યાદવે બોલથી કમાલ બતાડતાં પહેલાં બેટથી પાવર બતાડ્યો. ઉમેશની ફટકાબાજીથી પેવિલિયનમાં બેઠેલા ભારતીય ખેલાડીઓ ગેલમાં આવી ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ