શેરબજારનો મૂડ બીજા કવાર્ટરના પરિણામો પર

નવીદિલ્હી તા,14
બજાર નિષ્ણાતોના મતે આગામી સપ્તાહે શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઇંઞક અને વિપ્રો જેવી બ્લુચિપ કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામો મુખ્ય નિર્ણાયક પરિબળ બની રહેવાની ધારણા છે.
રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે, સોમવારે બજાર ખુલશે ત્યારે તેના પર શુક્રવારે જાહેર થયેલા ઈન્ફોસિસના નાણાકીય પરિણામોની અસર જોવા મળશે. આ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેની મંત્રણાઓ પર પણ રોકાણકારો બાઝ નજર રાખશે. આ સ્થિતિમાં અમને શેરબજારમાં મિશ્ર ચાલની ધારણા છે અને તેમા હજુ કોન્સોલિડેશનની શક્યતા છે.
શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ ઈન્ફોસિસના નાણાકીય પરિણામની જાહેરાત કરતાં કંપનીએ તેની યાદીમાં જણાવ્યું હતું કે, બીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 2.2 ઘટી 4,019 કરોડ નોંધાયો હતો.
સેમ્કો સિક્યુરિટીઝ એન્ટ સ્ટોકનોટના સંસ્થાપક અને સીઈઓ જિમીત મોદીએ કહ્યું હતું કે, 8220;અમે માનીએ છીએ કે કંપની પરિણામો ચોક્કસપણે બજારનો મૂડ નિર્ધારિત કરે છે. અમે જ્યારે આ બાબત પર નજર નાખી તો જણાયું છે કે કંપનીઓની કામગીરી મિશ્ર જોવા મળી રહી છે અને તેમા પણ કંપનીની આવકનો વૃદ્ધિ દર અગાઉના વર્ષના સમાનગાળાની સરખામણીમાં મંદ પડ્યો છે. આપણે આશા રાખીએ કે કંપની પરિણામો રોકાણકારોના સેન્ટિમેન્ટ્સમાં સુધારો લાવે અને લાંબાગાળે બજારમાં ભૂલાયેલી તેજી પાછી આવે અને એફપીઆઈએસ ફરી સક્રિય થાય. આ સપ્તાહે હિન્દુસ્તાન યૂનિલિવર, ફેડરલ બેન્ક, વિપ્રો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વગેરે જેવી કંપનીઓ બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.

રિલેટેડ ન્યૂઝ