‘મચ્છર, તું મેરા ખૂન પી ગયા!?’ ધરમ પા’જીને ડેન્ગ્યુ

મુંબઈ,તા.9
83 વર્ષીય ધર્મેન્દ્રને તાજેતરમાં જ મુંબઈની હોસ્પિટલમાં ડેન્ગ્યુ થતાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગયા અઠવાડિયે ધર્મેન્દ્રને ડેન્ગ્યુ થયો હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમને મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, ધર્મેન્દ્ર તરત જ ઘર જવા માગતા હતાં. ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યાં બાદ તેમની તબિયત સુધારા પર હતી અને તેથી જ તેમને રજા આપી દેવામાં આવી હતી. હાલમાં ધરમપાજી પોતાના મુંબઈ સ્થિત ઘરે છે અને તેમની તબિયત સારી છે. હમણાં તેઓ પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસ પર જવાના નથી.
ઉલ્લેખનીય છે કે આ ઉંમરે પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે અને અહીંયા ઓર્ગેનિક ખેતી કરે છે.

રિલેટેડ ન્યૂઝ