મંદીજન્ય પરિબળો વચ્ચે ‘નિફટી’માં ઘટાડાના સંકેત

મુંબઈ તા,9
શેરબજારમાં મંદીજન્ય પરિબળો વિશેષ મજબૂત હોવાથી ટૂંકા ગાળામાં કોઇ મોટી તેજીની આશા રાખી શકાય એમ નથી. આનાથી વિપરીત એમ કહી શકાય કે સ્થાનિક અને વિદેશી તેમ જ ફંડામેન્ટલ્સ અને ટેક્નિકલ પરિબળો મંદીનો સંકેત આપી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા અને ચીનની ટ્રેડ વોર શાંત થવાની આશા બંધાઈ જ રહી હતી ત્યાં અમેરિકાએ યુરોપના દેશો પર વધારાની જકાત લાદી છે. આનાથી સ્થાનિક બજાર પર પણ અસર પડશે.
ટોચના ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે બજારમાં હાલ જોવા મળેલો ઘટાડાનો ટ્રેન્ડ ટૂંકા ગાળે યથાવત રહેશે અને નિફ્ટી ઘટીને 11,000ની નીચે પણ જઈ શકે છે.
બીએસઇ ખાતે સતત છ દિવસની પીછેહઠમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.21 લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું.
સેન્સેક્સ પાછલા (30 સપ્ટે.થી 4 ઓક્ટો) સપ્તાહના શુક્રવારના 38,014.62ના બંધથી 1,149.26 પોઈન્ટ (2.96 ટકા) ઘટ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ