સરકારી તમામ ઈલે. વાહનોવાળું પ્રથમ રાજ્ય બનશે ‘આપ’નું દિલ્હી

આવતા 6 મહિનામાં 2000થી વધુ વાહનોને ડીઝલ-પેટ્રોલ મુક્ત કરાશે

દિલ્હી સરકારના તમામ વિભાગો અને સંસ્થાનોમાં હવે ફક્ત ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ થશે. લીઝ હાયર અંતર્ગત સંચાલિત થનારા હાલના વાહનો(પેટ્રોલ, ડીઝલ અને સીએનજી) છ મહિનામાં ઈલેક્ટ્રિક વાહનોમાં તબ્દીલ કરી દેવામાં આવશે. હાલમાં દિલ્હી સરકારની ઓફિસોમાં લગભગ 2000 વાહનોનો કાફલો છે. દિલ્હી સરકરના નાણા વિભાગ તરફથી ગુરુવારે આ સંબંધમાં આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.
ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંજ કેજરીવાલનું સપનું દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહન રાજધાની
બનાવવાનું છે. જેને પુરુ કરવા જઈ રહ્યા છીએ. દિલ્હી ભારતનું જ નહીં બલ્કી પુરી દુનિયાનો પહેલું રાજ્ય હશે. જ્યાં તમામ સરકારી વિભાગોમાં ફક્ત ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગના નિર્દેશ આપવામાં આવશે. આ પગલા પ્રદૂષણને કાબૂમાં કરવામાં ઘણી મદદ મળશે. એટલું જ નહીં જળવાયુ પરિવર્તન અને પર્યાવણ સાથે જોડાયેલા પડકારોને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ઉઠાવવામાં આવેલું આ મોટું પગલું છે.
સિસોદિયાએ



કહ્યું કે સ્વિચ દિલ્હી અભિયાનના ત્રીજા અઠવાડિયામાં નાણા વિભાગ તરફથી આ સંબંધમાં આદેશ જારી કરી દેવાથી ઈલેક્ટ્રિક વાહનોને ઘણું પ્રોત્સાહન મળવાની આશા છે. આ વાહનોની ખરીદી, ભાડુ અથવા લીઝ પર લેવા
માટે જેમ પોર્ટલ અથવા કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ અંતર્ગત પીએસયૂ ઈઈએસએલનો ઉપયોગ કરવામાં આવશે. પહેલીવાર વાહનોની ખરીદી માટે નાણા વિભાગની પરવાનગી ફરજિયાત છે. જો કે હાલના અનુબંધના વિસ્તાર માટે આ પરવાનગી જરુરી નથી.
પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકારના તમામ વિભાગો, સ્વાયત સંસ્થાઓ તથા અનુદાન પ્રાપ્ત
સંસ્થાઓમાં સંચાલિત તમામ વાહનો માટે ઈલેક્ટ્રિક હોવાથી દિલ્હીમાં પર્યાવરણને યોગ્ય કરવામાં મદદ મળશે. આ માટે પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે.





રિલેટેડ ન્યૂઝ