સુપર ઓવરમાં દિલ્હીએ ‘ટાઇ’ મેચ જીતી!

આઇપીએલની 13મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સે પોતાની પહેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને સુપર ઓવરમાં હરાવ્યું છે. પંજાબ 3 સીઝન પછી પોતાની પહેલી મેચ હાર્યું છે. દિલ્હીની જીતનો હીરો કગીસો રબાડા રહ્યો, જેણે સુપર ઓવરમાં 2 રન આપીને 2 વિકેટ લીધી. આ માં સુપર ઓવરમાં સૌથી ઓછો સ્કોર છે. એ પછી દિલ્હીએ સુપર ઓવરના બીજા બોલે ત્રણ રન પૂરા કરીને મેચ જીતી લીધી.
આ પહેલાં સુપર ઓવરમાં સૌથી ઓછા 6 રન
આપવાનો રેકોર્ડ મિચેલ જોન્સન અને જસપ્રીત બુમરાહનાં નામે હતો. જોન્સને 2015માં રાજસ્થાન રોયલ્સ અને બુમરાહે 2017માં ગુજરાત લાયન્સ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હીકેપિટલ્સ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 2020ની બીજી મેચમાં ટાઈ પડી હતી. 158 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ કરી શક્યું. ઓપનર મયંક અગ્રવાલે નિર્ણાયક ઇનિંગ્સ
રમતાં 60 બોલમાં 89 રન ફટકાર્યા. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 7 ફોર અને 4 સિક્સ મારી. પંજાબની ટીમ અંતિમ 3 બોલમાં 1 રન કરવામાં નિષ્ફ્ળ રહી હતી. 3 બોલમાં 1 રનની જરૂર હતી, ત્યારે મયંકે સ્ટોઇનિસનો ચોથો બોલ ખાલી કાઢ્યો હતો.
પાંચમા બોલે મયંક અને છઠ્ઠા બોલે જોર્ડનને આઉટ કરીને માર્કસ સ્ટોઇનિસે શાનદાર રીતે પોતાની ટીમને મેચમાં જીવંત રાખી હતી.

રિલેટેડ ન્યૂઝ