CJI સુનાવણી કરી રહ્યા ત્યારે… આલુ લે લો, ભીંડી લે લો!

કોરોના મહામારીના કારણે દેશની સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેથી મોટા ભાગના વકીલો ઘર કે ઓફિસમાં બેઠા બેઠા જ દલીલો કરતા હોય છે. આ પ્રકારની સુનાવણી દરમિયાન દેશના ચીફ જસ્ટીસને એક વિચિત્ર અનુભવ થયો હતો જેને લઈને કાયદા જગતમાં રમુજ ફેલાઈ છે.
ગત મંગળવારે ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. ઘણા વકીલો
વિડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણીમાં જોડાયા હતા. આ દરમિયાન એક વકીલ દલીલો રજૂ કરી રહ્યા હતા ત્યારે જ અન્ય વકીલના બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવ્યો કે, ‘આલૂ લે લો, ભીંડી લે લો, પ્યાજ લે લો.’ શાકભાજીના ફેરિયાનો આ અવાજ સાંભળી વકીલની સાથો સાથ સુપ્રીમ કોર્ટના જજ હસવા લાગ્યા હતાં. જે વકીલના વેકગ્રાઉન્ડમાંથી આ અવાજ આવ્યો તેઓ વકીલ તેમના ઘરમાં રૂમમાં બેઠા હતા તેની બહાર એક શાકવાળો બૂમો



પાડીને શાક વેચી રહ્યો હતો.
હસતા હસતા ચીફ જસ્ટિસ બોબડેએ પૂછી લીધું હતું કે, આ અવાજ કયા વકીલના બેકગ્રાઉન્ડમાંથી આવી રહ્યો છે? પણ કોઈએ જવાબ ન આપ્યો. જોકે ત્યાર બાદ ચીફ જસ્ટિસે તેમના સ્ટાફને
દલીલો રજૂ કરી રહેલા વકીલ સિવાયના તમામ વકીલોને મ્યૂટ કરી દેવા કહ્યું હતું. બાદમાં કેસની સુનાવણી યથાવત રીતે આગળ ધપાવવામાં આવી હતી.

આ ઉપરાંત દેશભરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ લાગુ કરવાની દાદ માગતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એ અંગે સુનાવણી દરમિયાન અરજદાર વકીલ ગાલિબ કબીરનું નામ સાંભળીને ફરી એકવાર ચીફ જસ્ટિસ બોબડે ચોંકી ઉઠ્યાં હતાં. તેઓ બોલી ઉઠ્યા હતાં કે, ગાલિબ પણ અને કબીર પણ. તમારું નામ તો બહુ રસપ્રદ છે.





રિલેટેડ ન્યૂઝ