ભારતની રાફેલ ચાલ સામે ચીન-પાક.નું ભાંઉં…ભાંઉ…

ભારતીય વાયુસેનના હાથ વધુ મજબૂત થવાના છે. પરમાણુ હુમલો કરવામાં સક્ષમ રાફેલ વિમાનનો કાફલો ભારત પહોંચવાનો છે, તેનાથી વાયુ સેનાની મારક ક્ષમતામાં તો વધારો થશે જ પણ સાથે જ ભારત-ચીન સીમા પરની વર્તમાન સ્થિતિ જોતાં ભારતનો હાથ થોડો ઉપર પણ જશે. ફ્રાન્સથી પાંચ રાફેલ ફાઈટર વિમાનનો પહેલો જથો અમ્બાલામાં તહેનાત કરવામાં આવશે. રાજદ્વારી દબાણ અને સેના સ્તરે મંત્રણા પછી ચીનની સેનાએ બે પોસ્ટ પરથી પીછેહઠ કરી છે, પણ અન્ય અનેક પોસ્ટ પર ચીનની સેનાની હિલચાલ વધી રહી હોવાનું સામે આવ્યું છે. ચીને પૂર્વ લદ્દાખમાં પેગોંગથી ગલવાન ખીણ અને અન્ય સંઘર્ષ બિન્દુઓ સેનાની કૂમક વધારી દીધી છે. આ વિમાનો જે સમયે ફ્રાન્સે ભારતને પૂરા પાડ્યા છે એનું પણ આગવું મહત્વ છે.
ડ્રેગને ભારતને અડીને આવેલી સીમા નજીક આઠ ઍરબેઝ સક્રિય બનાવ્યા છે અને ગલવાન ખીણમાં મોટી સંખ્યામાં સૈનિકો ખડક્યા છે.
ગલવાનમાં ગત 15મી જૂને ચીની સૈનિકો અને ભારતીય સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી અને ભારતના 20 સૈનિક શહીદ થઈ ગયા હતા તો ચીનના 43 સૈનિક માર્યા ગયા હતા. ચીનની આ હરકતો જોતા ભારત પણ સીમાઓ પર સેના શક્તિ વધારી રહ્યું છે. ચીનને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની પૂરી તૈયારી થઈ રહી છે. આવા સમયે ભારતીય વાયુદળને રાફેલ જેવી લડાયક મારક શક્તિ પણ મળવાની છે, જેનાથી ચીન અને પાકિસ્તાનની ચિંતા વધી શકે છે.
અત્યારે રાફેલ અત્યંત આધુનિક શસ્ત્રોથી સજ્જ દુનિયાનું બહેતરીન યુદ્ધ વિમાન છે. આ વિમાન ચીન -પાકિસ્તાનના સંયુક્ત ઉત્પાદન જેએફ-17 થંડરથી ખૂબ આગળ છે. હવામાં તેનો મુકાબલો કરવા માટે દુશ્મનનેચાર પાંચ યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરવો પડશે. દુશ્મનોના લક્ષ્યાંકોને ખૂબ ઊંડાણ સુધી ભેદવામાં કારગર રાફેલમાં લેટેસ્ટ મિટિઓર અને સ્કાલ્પ મિસાઈલો તહેનાત હશે. ખાસ વાત એ છે કે આ વિમાન દુશ્મનના
રડારની પકડમાં નથી આવી શકતા. આનો મુકાબલો કરવા માટે કોઈ યુદ્ધ વિમાન ચીનને પાકિસ્તાન પાસે નથી.
રાફેલ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ સર કરી શકે છે. એટલું જ નહીં 17 હજાર કિલોગ્રામ ઈંધન ક્ષમતાથી
સજ્જ છે. આ અણુ હુમલો, કલોઝ ઍર સપોર્ટ, લેઝર ડાયરેકટ, લોન્ગ રેન્જ મિસાઈલ એટેક અને એન્ટી શિપ એટેકમાં અચૂક છે. કલાકે 223 કિલોમીટરના વેગે ઊડતું રાફેલ 24,500 કિલો વજન લઈ જવા સક્ષમ છે. એટલું જ નહીં 60 કલાકનું વધારાનું ઉડ્ડયન પણ કરી શકે છે. આ બે એન્જિનવાળું યુદ્ધ વિમાન છે. તેમાં એમબીડીએ, એમઆઈસીએ, એમબીડીએ મેટેઓર અને એમસીડીએ અપાચે જેવી અનેક પ્રકારની મિસાઈલ અને ગનથી સજ્જ છે.
ભારતને રાફેલ મળવાથી ચીન
અને પાકિસ્તાનમાં કાગારોળ મચ્યો છે અને બંને દેશોના પ્રસાર માધ્યમોમાં રાફેલની ઘણી ચર્ચા થઈ રહી છે. એકબાજુ ભારતને રાફેલ મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ રશિયાએ ચીનને હવામાં હુમલો કરી શકે એવી એસ-400 મિસાઈલોની આપવા પર રોક લગાડી દીધી છે. ચીન માટે આ મોટો આંચકો છે. હોંગકોંગ અને સાઉથ ચાયના સીને લઈને અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા સાથે ચીનના સંબંધ તંગ બન્યા છે. આવામાં એસ-400 મિસાઈલો નહીં મળવા ચીન માટે ચિંતાનો વિષય છે અને ભારત માટે રાજદ્વારી જીત.રિલેટેડ ન્યૂઝ