દેશનું નામ ‘ઈન્ડિયા’થી બદલી ‘ભારત’ જ રાખો

સુપ્રીમ કોર્ટમાં બીજી જૂને થશે સુનાવણી

નવીદિલ્હી તા,30
દેશનુ અંગ્રેજી નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરવાનો નિર્દેશ આપવાની માગ કરનારી એક અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. સુપ્રીમ કોર્ટ આ મામલામાં 2 જૂનના રોજ સુનાવણી કરશે. આ અરજી નમહ નામના અરજીકર્તાએ દાખલ કરી છે. પહેલા આ અરજી પર સુનાવણી શુક્રવાર એટલે કે, આજ માટે નક્કી થઈ હતી, પરંતુ મુખ્ય ન્યાયાધીન એસએ બોબડેની ગેરહાજરીના કારણે તેને આગળ વધારી દેવામાં આવી છે. હવે આ અરજીને 2 જૂનના રોજ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પીઠની સામે જાહેર કરવામાં આવશે.
પીટીશનમાં
કહેવાયું છે કે અંગ્રેજી નામ હટાવવું ભલે સામાન્ય બાબત હોય પણ આગામી સમયમાં લોકોને રાષ્ટ્રીયતાને લઇને ગર્વ મહેસૂસ થશે. આગળની પેઢીઓ માટે આ બાબત ગર્વનો વિષય બનશે. વાસ્તવિકતા એ છે કે, ઇન્ડિયાનીજગ્યાએ ભારત નામ કરવાને પગલે આપણા સ્વાતંત્ર સેનાનીઓએ કરેલા સંઘર્ષને પણ ન્યાય મળશે.
જોકે, આ પ્રકારની માગ પ્રથમવાર નથી થઈ આ પહેલાં પણ કોર્ટમાં નામ બદલવા માટે પીટિશનો થઈ છે. આ પહેલાં
મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર્તા નિરંજન ભટવાને સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરી હતી હતી દેશનું અંગ્રેજી નામ ઇન્ડિયાને બદલી ભારત કરી દેવું જોઈએ.
આ યાચિકા પર તત્કાલિન મુખ્ય ન્યાયાધિશ એચ એલ
દત્તું અને ન્યાયાદિશ અરૂણ મિશ્રાની ખંડપીઠે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારને નોટિસ ફટકારી છે. યાચિકામાં માગ કરાઈ છે કે કેન્દ્ર સરકારને કોઈ પણ સરકારી કામગીરીમાં અધિકારીક પત્રોમાં ઇન્ડિયા નામનો ઉલ્લેખ કરતાં અટકાવવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ