BCCIમાં ગાંગુલી-શાહનો કાર્યકાળ ઓક્ટોબરમાં પૂર્ણ

જુગલબંધી રહેશે કે જશે તેના ઉપર નજર

વિરાટ કોહલી સાથે ચણભણ અને જયશાહ સાથેનો સારા વ્યવહાર વિરાટ કોહલીના કાર્યકાળની મહત્વની ઝલક રહી હતી હવે મનાઇ રહ્યું છે કે જલ્દી તેમની અધ્યક્ષ પદેથી રજા અપાઇ શકે છે. સચિવ જય શાહનો પણ કાર્યકાળ આ વર્ષે ઓક્ટોબરમાં પૂર્ણ થવાનો છે ત્યારે બન્નેના ભવિષ્ય ઉપર નિર્ણય આવશે.
ગાંગુલી અને શાહ ઓકટોબર 2019માં નિવિરોધ બીસીસીઆઇના
અધ્યક્ષ અને સચિવ નિયુકિત કરાઇ હતી. જોકે બન્નેનો કાર્યકાળ 2018 જુલાઇ અને ઓગષ્ટમાં જ પૂર્ણ થઇ ગયો હતો આ પહેલા બન્નેએ તેનો કાર્યકાળ વધારવા માટે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. તેવામાં હવે મહત્વનુ એ રહેશે કે બન્નેની જગ્યાએ ભારતીય બોર્ડને કોઇ નવા અધ્યક્ષ અને સચિવ મળશે કે પછી જુગલબંધી યથાવત રહેશે.
રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજને હેડકોચ તરીકે ટીમ ઇન્ડીયાની સાથે જોડાવવુ એ સૌરવ ગાંગૂલીની



ઉપલબ્ધી માનવામાં આવી રહી છે. સાથે જ તેણે વીવીએસ લક્ષ્મણને પણ નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના અધ્યક્ષ બનાવ્યા છે.
બીસીસીઆઈના નવા કાયદા પ્રમાણે રાજ્યસંઘ કે બોર્ડમાં છ વર્ષના કાર્યકાળ બાદ
ત્રણ વર્ષના કૂલિંગ પીરીયડ ઉપર જવું અનિવાર્ય છે.
ગાંગુલી અને શાહે 2019 ઓકટોબરમાં પદભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેના રાજ્ય અને રાષ્ટ્રીય બોર્ડમાં છ વર્ષના કાર્યકાળમાં માત્ર 9 મહિના બચ્યા
હતા. સુપ્રિમ કોર્ટમાં અરજી કરી 9 મહિના બચ્યા હતા. સુપ્રિમ કોર્ટમાં અરજી કરી કહેવામાં આવ્યું હતું કે, વિતેલા વર્ષે થયેલી એજીએમમાં 9 ઓગષ્ટ 2018થી લાગુ કૂલિંગ ઓફ પીરીડયમાં જવાના નિયમમાં સંશોધન કરીને પોતાના પદાધિકારીઓના કાર્યકાળને વધારવાને સ્વિકૃતી આપી હતી.





રિલેટેડ ન્યૂઝ