ધામેધૂમે ‘હાઉ હાઉ’ સાથે કૂતરા-કૂતરીના લગ્ન

મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લાની અંદર એક અનોખા લગ્ન થયા છે, જેની ચર્ચાએ જોર પકડ્યું છે. માત્ર મધ્ય પ્રદેશ જ નહીં પરતું આખા દેશમાં આ લગ્નની ચર્ચા થઇ રહી છે. નિવાડી જિલ્લાના પુછીકરગવા ગામની અંદર એક કૂતરો અને કૂતરીના લગ્ન કરવામાં આવ્યા છે. ધામધૂમ સાથે દરેક રિવાજ પુરો કરવામાં આવ્યો. ત્યાં સુધી કે બંનેએ સાત ફેરા પણ લીધા છે. સાથે 800 લોકોનું જમણવાર પણ ગોઠવવામાં આવ્યું હતું.
મધ્ય પ્રદેશના આ ગામમાં હિંદુ ધર્મના રીત રિવાજ પ્રમાણે થયેલા કૂતરા કૂતરીના લગ્ન વિશે જાણીને તમામ લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ લગ્નના ફોટો અને વીડિયો વાયરલ થયા છે. જે
કૂતાના લગ્ન થયા તેનું નામ ગોલુ છે અને જેની સાથે લગ્ન થયા તે કૂતરીનું નામ રશ્મિ રાખવામાં આવ્યું હતું. ગામના લોકોએ આ બંનેના લગ્ન હિંદુ વિધિ પ્રમાણે ધામધૂમથી કરાવ્યા છે.
મજાની વાત એ છે કે આલગ્નમાં જમણવાર પણ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં 800 માણસો જમ્યા હતા. આ સિવાય ગામલોકો અન્ય લગ્નની માફક લગ્નમાં નાચ્યા પણ હતા. લગ્ન પુરા થયા બાદ કૂતરીને દુલ્હનની માફક વિદાય પણ કરવામાં આવી છે. મધ્ય
પ્રદેશની કૂતરીના લગ્ન ઉત્તર પ્રદેશના કૂતરા સાથે કરવામાં આવ્ય. છે.મધ્ય પ્રદેશના પુછીકરગુંવા ગામના લોકો ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહયા હતા. પોતાની આ સમસ્યાને દૂર કરવા માટે તેમણે કૂતરા અને કૂતરીના લગ્ન કરાવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ