85 વર્ષ જૂની 7600 ટનની ઇમારતનું ‘અખંડ’ સ્થળાંતર

ચીનનાં એન્જીનિયરોએ 7600 ટન વજનની એક બિલ્ડીંગને તોડ્યા વિના એક સ્થળેથી બીજા સ્થાન પર શિફ્ટ કરી દીધી છે, આ ઇમારત શાંઘાઇ શહેરની એક સ્કુલ છે, જેને 1935માં બનાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ચીનનાં એન્જિનિયરોએ અદ્ધતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તેમની આ કમાલનો વિડિયો પણ સોસિયલ મિડિયામાં ઘણો વાયરલ થયો છે. સ્થાનિક વહીવટીતંત્રનાં જણાવ્યા અનુસાર, જ્યાં આ સ્કુલ છે, ત્યાં એક નવી બિલ્ડીંગ ઉભી થઇ રહી છે, ઐતિહાસિક હોવાના કારણે એન્જિનિયરોએ તેને તોડી પાડવાનાં બદલે તેને શિફ્ટ કરવા અંગે વિચાર્યું અને તેમની આ કવાયતમાં તે એન્જિનિયરોની ટીમ સફળ રહી. ચીનનાં સરકારી મિડિયા અનુસાર એન્જિનિયરોએ આ માટે 198 રોબોટિક ટ્રુલનો ઉપયોગ કર્યો અને હજારો ટનની ઇમારતને ખસેડીને લગભગ 62 મીટર દુર લઇ જવામાં આવી. ચીનનાં મિડિયા સીસીટીવી ન્યુઝ નેટવર્કનાં જણાવ્યા પ્રમાણેઆ કામમાં લગભગ 18 દિવસોનો સમય લાગ્યો. 15 ઓક્ટોબરનાં દિવસે આ કામને પુરૂ કરી લીધું હતું. અત્યાર સુધી ઇમારતોને મોટા પ્લેટફોર્મ પર વધુ ક્ષમતાવાળી રેલ અથવા તો ક્રેનથી ખેંચવામાં આવતી હતી, પરંતું આ
કામમાં રોબોટિક લેગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ખરેખર અદભુત હતું. આ પહેલા 2017માં 135 વર્ષ જુના અને લગભગ બે હજાર ટન વજનનાં ઐતિહાસિક બૌધ્ધ મંદિરને લગભગ 30 મીટર સુધી ખસેડવામા આવ્યું હતું, તેમાં લગભગ 15 દિવસ લાગ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ